ઝારખંડમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારમાં હેમંત સોરેન બનશે મુખ્યમંત્રી, પિતા શિબૂ સોરેનના લીધા આશીર્વાદ

ઝારખંડ વિધાનસભાની 81 બેઠક પર પરિણામ આવી રહ્યા છે. અને જેમાં JMM-કોંગ્રેસના ગઠબંધનને બહુમત મળી રહ્યું છે. આ સાથે ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન મુખ્યમંત્રી બનવાનું નિશ્ચિત છે. હેમંત સોરેન 2 જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી એક બેઠક પર આગળ છે તો એક બેઠક પરથી પાછળ છે. આ પણ વાંચોઃ ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી […]

ઝારખંડમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારમાં હેમંત સોરેન બનશે મુખ્યમંત્રી, પિતા શિબૂ સોરેનના લીધા આશીર્વાદ
TV9 Webdesk12

|

Dec 23, 2019 | 10:52 AM

ઝારખંડ વિધાનસભાની 81 બેઠક પર પરિણામ આવી રહ્યા છે. અને જેમાં JMM-કોંગ્રેસના ગઠબંધનને બહુમત મળી રહ્યું છે. આ સાથે ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન મુખ્યમંત્રી બનવાનું નિશ્ચિત છે. હેમંત સોરેન 2 જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી એક બેઠક પર આગળ છે તો એક બેઠક પરથી પાછળ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી કારોબાર! નકલી ઘીનું ઝડપાયું કારખાનું, જુઓ VIDEO

JMMના સંસ્થાપક શિબૂ સોરેનના ઉત્તરાધિકારી અને પ્રદેશમાં કોંગ્રેસની સાથે ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી હેમંત ફરી એક વખત રાજ્યની સત્તા સંભાળવાના છે. ઝારખંડમાં મહાગઠબંધનને સત્તા સુધી પહોંચાડવાનું કામ હેમંત સોરેનના હાથમાં હતું. જેનું પરિણામ પણ તેના ખાતામાં આવતું જોવા મળી રહ્યું છે.

કોણ છે શિબૂ સોરેનના રાજકીય વારસદાર હેમંત સોરેન

હેમંત સોરેન PDSમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના મુખર આલોચક છે. આ સાથે હેમંત સોરેને પોતાના પિતા શિબૂ સોરેન સાથે SC-ST એક્ટમાં ફેરફારના વિરોધ મુદ્દે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. સાથે હેમંત ગુજરાત અને બિહાર માફક ઝારખંડમાં પણ દારૂબંધીનું અભિયાન ચલાવી રહ્યા છે.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રહેલા હેમંત સોરેન રાજ્યની સૌથી મોટા રાજનૈતિક પરિવારમાંથી આવે છે. અને તેમના પિતા શિબૂ સોરેન પણ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન રહ્યા છે. હેમંત સોરેન સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બનનારા નેતાઓમાંથી એક છે. હેમંત સોરેન પોતાના પિતાની જેમ રાજ્યમાં આદિવાસી સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. તેમને રાજનીતિ વિરાસતમાં મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેમંત સોરેન વર્ષ 2013માં ઝારખંડના મુખ્યપ્રધાન બન્યા હતા. સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળનો સાથ લીધો હતો. વિપક્ષમાં આવ્યા બાદ હેમંતે રાજ્યમાં અનેક આંદોલનમાં ભાગ લીધો હતો. તત્કાલીન સરકારે છોટા નાગપુર TNC એક્ટ અને સંથાલ પરગના TNC એક્ટને બદલવાની કોશિશ કરી હતી. આ એક્ટમાં આદિવાસી જમીનનો બિનકૃષિમાં ઉપયોગ કરવાનો નિયમ હતો. જેને લઈ રાજ્યભરમાં વિરોધ ઉઠ્યો હતો. જેમાં હેમંતે સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati