ચૂંટણીપંચે પાર્ટીઓને મળેલા દાનના આંકડા જાહેર કર્યા, જાણો કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું

ચૂંટણીપંચે પાર્ટીઓને મળેલા દાનના આંકડા જાહેર કર્યા, જાણો કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું

ઉત્તરપ્રદેશમાં સત્તામાંથી ઘણા લાંબા સમયથી બહાર રહેનારી અને લોકસભા-વિધાનસભામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે માયાવતી (MAYAWATI)ની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને વર્ષ 2019-20માં માત્ર રૂ.20 હજારનું જ દાન મળ્યું છે.

Nakulsinh Gohil

| Edited By: Kunjan Shukal

Jan 08, 2021 | 11:20 PM

ઉત્તરપ્રદેશમાં સત્તામાંથી ઘણા લાંબા સમયથી બહાર રહેનારી અને લોકસભા-વિધાનસભામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે માયાવતી (MAYAWATI)ની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને વર્ષ 2019-20માં માત્ર રૂ.20 હજારનું જ દાન મળ્યું છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર શરદ પવાર(SHARAD PAWAR)ની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ને લગભગ 60 કરોડનું દાન મળ્યું છે. આ જાણકારી ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાદેશિક પાર્ટીઓને મળેલા દાનની માહિતીમાંથી મળી છે. ચૂંટણીપંચે ભાજપ, કોંગ્રેસ, તૃણમુલ અને ડાબેરીપક્ષોને મળેલા દાનની માહિતી જાહેર નથી કરી.

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ અન્નાદ્રુમક(AIADMK)ને 52.1 કરોડ, દ્રુમક (ADMK) ને 48.3 કરોડ, જનતાદળ યુનાઈટેડ (JDU)ને 6 કરોડનું દાન મળ્યું છે. દેશમાં રાષ્ટ્રીય, રાજ્યસ્તરની અને પ્રાદેશિક પાર્ટીઓ છે. ભાજપ, કોંગ્રેસ, માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPIM)અને તૃણમુલ જેવી પાર્ટીઓ રાષ્ટ્રીય પાર્ટી છે. સાથે જ 35 રાજ્યસ્તરની પાર્ટીઓ છે અને 329 ક્ષેત્રીય પાર્ટીઓ છે.

NCP, AIADMKને કોણે કોણે આપ્યું દાન?

ભાગીદાર શરદ પવાર(SHARAD PAWAR)ની નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ને દાન આપનાર મુખ્ય દાતા બી.જી. શિર્ક કન્સ્ટ્રકશન અને સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા મુખ્ય છે. બી.જી. શિર્ક કન્સ્ટ્રકશન ટેકનોલોજી પ્રા.લિ.એ 25 કરોડ, પંચશીલ કોર્પોરેટ પાર્કે 7.5 કરોડ, સીરમે 3 કરોડ, ફિનોલેક્સે 1.2 કરોડ અને હાર્મની ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે 1.5 કરોડનું દાન આપ્યું છે. અન્નાદ્રુમક(AIADMK)ને મળેલા દાનની વાત કરીએ તો ટાટાના પ્રોગ્રેસીવ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે 46.8 કરોડનું દાન આપ્યું છે.

ટાટાએ પ્રાદેશિક પાર્ટીઓને અઢળક દાન આપ્યું

ટાટાના પ્રોગ્રેસીવ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે પ્રાદેશિક પાર્ટીઓને અઢળક દાન આપ્યું છે. અન્નાદ્રુમક(AIADMK)ને મળેલા કુલ 52.1 કરોડ દાનમાંથી 94% દાન ટાટાએ આપ્યું છે. આ ઉપરાંત બીજુ જનતાદળ – BJDને 25.3 કરોડ, જનતાદળ યુનાઈટેડ – JDUને 1.2 કરોડ, રાષ્ટ્રીય લોક દલ -RLDને 1.5 કરોડ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 13.85 લાખનું દાન આપ્યું છે.

આ પણ વાંચો: UKમાં અભિનેત્રી Priyanka Chopraએ લોકડાઉનના નિયમોનો કર્યો ભંગ, સલૂનમાં પોલીસ આવી પહોંચી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati