Election 2021 : 6 એપ્રિલે આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે

Election 2021 : પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. આસામમાં આ ત્રીજો અને અંતિમ તબક્કો છે. 6 એપ્રિલે બંગાળમાં 31 બેઠકો પર, તો આસામમાં 40 બેઠકો પર મતદાન થશે.

  • Tv9 webdesk42
  • Published On - 21:15 PM, 5 Apr 2021
Election 2021 :  6 એપ્રિલે આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે
ફાઈલ ફોટો

Election 2021 : પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. આસામમાં આ ત્રીજો અને અંતિમ તબક્કો છે. 6 એપ્રિલે બંગાળમાં 31 બેઠકો પર, તો આસામમાં 40 બેઠકો પર મતદાન થશે.

બંગાળમાં 31 બેઠકો પર થશે મતદાન
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા (West Bengal election 2021) ચૂંટણીના ત્રીજા તબક્કો 6 એપ્રિલને મંગળવારે યોજાવાની છે. આ આ તબક્કામાં 31 વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન યોજાશે. તેમાંથી આઠ વિધાનસભા બેઠકો હુગલીમાં, સાત હાવડામાં અને 16 દક્ષિણ 14 પરગના જિલ્લાની છે. આ તબક્કા માટે કુલ 205 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં મહિલા ઉમેદવારોની સંખ્યા માત્ર 13 છે, જે કુલ ઉમેદવારોના છ ટકા છે. બંગાળમાં ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને અહીં સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 832 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મતદાનના ત્રીજા તબક્કા દરમિયાન ક્વિક રિસ્પોન્સ ફોર્સ (ક્યૂઆરટી) ની 214 કંપનીઓ પણ હાજર રહેશે.

આસામમાં 40 બેઠકો પર થશે મતદાન
આસામ વિધાનસભા ચૂંટણી (Assam assembly election 2021)માં 6 એપ્રિલે ત્રીજા અને અંતિમ તબક્કા અંતર્ગત આસામ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ ક્ષેત્રના 16 જિલ્લાઓમાં આસામની 40 બેઠકો પર મતદાન થશે. શાસક ભાજપ અને તેના સાથી પક્ષોને તેમની જીત અંગે વિશ્વાસ છે, જ્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ પણ સફળતાના દાવા કરી રહ્યા છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આ 40 માંથી 11 બેઠકો જીતી હતી. મહત્વની વાત એ છે છેલ્લા ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસે આ વિસ્તારોમાં 11 બેઠકો જાળવી રાખી છે.

બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન
27 માર્ચને રવિવારે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. પ્રથમ તબક્કામાં બંગાળમાં 47 જયારે આસામમાં 30 બેઠકો માટે મતદાન થયું. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાનના આંકડાઓ મુજબ બંને રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં બંગાળમાં 79.79 ટકા અને આસામમાં 72.14 ટકા મતદાન થયું છે. કોરોનાને કારણે મતદાનમાં એક કલાકનો સમય વધારવામાં આવ્યો હતો.

બંગાળ અને આસામમાં બીજા ચરણનું મતદાન
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અને આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલના રોજ યોજાયું હતું. જેમાં બંગાળની 30 બેઠકો પર મતદાન થયું હતું તેમજ આસામમાં 39 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા મૂજબ બંગાળમાં 80.53 ટકા મતદાન થયું હતું જયારે આસામમાં 80.96 ટકા મતદાન થયું હતું.