New Mumbai : ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના અને ભાજપ વચ્ચે ઘમાસાણ, NCP એ પણ શિવસેનાનો કર્યો વિરોધ

New Mumbai : નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના,BJP, NCP વચ્ચે વિવાદ થયો છે. શિવસેનાના નિર્ણયનો વિરોધ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ રહેલી NCP પણ કરી રહી છે.

New Mumbai : ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના અને ભાજપ વચ્ચે ઘમાસાણ, NCP એ પણ શિવસેનાનો કર્યો વિરોધ
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 7:24 PM

New Mumbai : નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) હજી બનીને તૈયાર થયું નથી.લગભગ 2023માં માં આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલું વિમાન ઉપડશે, પરંતુ એરપોર્ટનું નામકરણ અંગે અત્યારથી જ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે.નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણ અંગે શિવસેના,BJP, NCP વચ્ચે વિવાદ થયો છે. આ વિવાદ વચ્ચે BJP સાથે NCP એ પણ શિવસેનાનો વિરોધ કર્યો છે.

શિવસેના ઇન્ટરનેશનલ એરપોર્ટ નામકરણ અંગે અડગ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનની પાર્ટી શિવસેના (ShivSena) નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે પોતાના નિર્ણય પર અડગ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આ ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) નું નામ આપવા માંગે છે. જો કે શિવસેનાના આ નિર્ણયનો વિરોધ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ રહેલી NCP પણ કરી રહી છે.

BJP સાથે NCP એ પણ શિવસેનાનો વિરોધ કર્યો નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે શિવસેનાના નિર્ણયનો ભાજપે અને એનસીપીએ વિરોધ કર્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સ્થાનિક ધારાસભ્ય પ્રશાંત ઠાકુર ભાજપની ટિકિટ પર ચૂંટાયા હોવાથી ભાજપે પણ આ વિવાદમાં કૂદકો લગાવ્યો છે.પ્રશાંત ઠાકુરે કહ્યું કે એરપોર્ટની નામકરણની સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં શિવેસનાએ તેમને પૂછ્યા વગર જ આ નિર્ણય લીધો છે.

આ મામલે એનસીપી વતી મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબલે પણ હસ્તક્ષેપ કર્યો છે. ભુજબલ કહે છે કે બાલાસાહેબ ખુદ ઇચ્છતા હતા કે આ એરપોર્ટનું નામ જેઆરડી ટાટાના નામ પર રાખવું જોઈએ. ટાટાને ભારતમાં હવાઈ સેવાના જનક માનવામાં આવે છે.

થાણે અને રાયગઢમાં પણ શિવેસનાનો વિરોધ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (New Mumbai International Airport) ના નામકરણ અંગે શિવસેનાના નિર્ણયનો વિરોધ થાણે અને રાયગઢ જિલ્લાના સ્થાનિકો પણ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે એરપોર્ટનું નામ સ્થાનિક રાજકારણી અને સામાજિક કાર્યકર દિવંગત ડીબી પાટીલ (DB PATIL) ના નામ પર હોવું જોઈએ. નવી મુંબઈ શહેર બનતી વખતે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી છે ત્યારે પાટીલે ભારે આંદોલન કર્યું હતું. આ ક્ષેત્રમાં તેમનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">