Digvijay Singhએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, ક્રિકેટ સ્ટેડિયમ જવા પર રોક અને લાખો શ્રદ્ધાળુઓને કુંભમાં છૂટ!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝની છેલ્લી ત્રણ મેચોમાં દર્શકોની એન્ટ્રી નહીં હોય. ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA) કોરોનાના વધતા જતા કેસને કારણે આ નિર્ણય લીધો છે.

Digvijay Singhએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, ક્રિકેટ સ્ટેડિયમ જવા પર રોક અને લાખો શ્રદ્ધાળુઓને કુંભમાં છૂટ!
Digvijay Singh
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 16, 2021 | 5:13 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝની છેલ્લી ત્રણ મેચોમાં દર્શકોની એન્ટ્રી નહીં હોય. ગુજરાત ક્રિકેટ એસોસિએશને (GCA) કોરોનાના વધતા જતા કેસને કારણે આ નિર્ણય લીધો છે. આ અંતર્ગત ભારત ઈંગ્લેન્ડ સીરીઝની છેલ્લી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વિના રમાશે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે (Digvijay Singh, Congress leader) T20 ક્રિકેટ મેચોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

દિગ્વિજયસિંહે કહ્યું કે દર્શકોને ટી-20 મેચ જોવા સ્ટેડિયમમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ લાખો ભક્તોને ઉત્તરાખંડના કુંભમાં આવવાની મંજૂરી છે. દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું હતું કે, “કોરોનાના વધતા જતા કેસના કારણે હજારો પ્રેક્ષકોને T20 ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમમાં જવા પર રોક, પરંતુ ઉત્તરાખંડમાં કુંભમાં લાખો ભક્તોને છૂટ! આભાર’.

હકીકતમાં ભારત અને ઈંગ્લેન્ડ (INDvsENG) વચ્ચેની  T20 મેચ દરમિયાન દર્શકોએ માસ્ક પહેર્યા ન હતા અને સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટનસિંગનો પણ અભાવ જોવા મળ્યો હતો. કોરોના પ્રોટોકોલનું વધુને વધુ ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, છેલ્લી ત્રણ ટી -20 મેચ જોવા માટે ટિકિટ ખરીદનારા પ્રેક્ષકોને ગુજરાત ક્રિકેટ એસોસિએશન પૈસા પાછા આપશે. મુલાકાતીઓને પૈસા પાછા આપવાની પોલિસી બનાવવામાં આવશે. જીસીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે 16, 18 અને 20 માર્ચના રોજ યોજાનારી T20 મેચ પ્રેક્ષકો વિના રમાશે.

આ પણ વાંચો : Corona update કોરોનાનો કહેર વધતા ચાર મહાનગરમાં કરફ્યુ વધાર્યો, રાત્રે 10થી 6 સુધી કરફ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">