દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો થશે, લોકસભામાં LG ની શક્તિઓ સ્પષ્ટ કરવા માટેનું બિલ રજુ

ગૃહ મંત્રાલય દ્વારા લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું, જે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને (LG) વ્યાપક સત્તાઓ આપે છે. આ બિલને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચેનો સંઘર્ષ આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો થશે, લોકસભામાં LG ની શક્તિઓ સ્પષ્ટ કરવા માટેનું બિલ રજુ
LG vs Arvind Kejriwal
Gautam Prajapati

| Edited By: Bhavesh Bhatti

Mar 16, 2021 | 12:29 PM

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાજ્યમાં ઉપરાજ્યપાલની શક્તિઓને સ્પષ્ટ કરતો એક ખરડો સંસદમાં રજૂ કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી જી.કૃષ્ણ રેડ્ડીએ સોમવારે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રશાસન સુધારણા બિલ-2021 ને લોકસભામાં રજૂ કર્યું. બિલમાં દિલ્હીના નાયબ રાજ્યપાલની ભૂમિકા અને કેટલાક અધિકારોની વ્યાખ્યા આપવામાં આવી છે. માનવામાં આવે છે કે, બિલ પસાર થયા બાદ નાયબ રાજ્યપાલના હકોમાં વધારો થશે.

સંઘર્ષ વધવાની સંભાવના

આવી સ્થિતિમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ટકરાવ વધશે તે નિશ્ચિત છે. નોંધનીય છે કે કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે રાજ્યની ચૂંટાયેલી રાજ્ય સરકારની સત્તા અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર (LG) વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે.

રાજ્યપાલની કેટલીક સત્તાઓ અંગે મૂંઝવણ

લાંબી કાનૂની લડત બાદ આખરે સુપ્રીમ કોર્ટે બંનેના અધિકારક્ષેત્રની સ્પષ્ટ ખાતરી આપી હતી. આનાથી રાજ્ય સરકારનો અધિકારક્ષેત્ર સ્પષ્ટ થઈ ગયો, પરંતુ ઉપરાજ્યપાલની કેટલીક શક્તિઓ અંગે મૂંઝવણ રહી.

કેન્દ્રની દલીલ

કેન્દ્રનું કહેવું છે કે, આ સુધારણા બિલનો હેતુ લેફ્ટનન્ટ ગવર્નરની શક્તિઓને સ્પષ્ટ કરવાનો છે. તે જ સમયે, કેજરીવાલ સરકાર આ સુધારણા બિલનો વિરોધ કરી રહી છે. કેજરીવાલ સરકારનું કહેવું છે કે, તે દિલ્હીની ચૂંટાયેલી સરકારની વિરુદ્ધમાં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ, ભાજપ હવે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા પરોક્ષ રીતે દિલ્હી પર શાસન કરવા માંગે છે.

કાયદામાં સુધારો

જો કે કેન્દ્ર સરકારે બિલના હેતુ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયની સાથે લેફ્ટનન્ટ ગવર્નર અને મંત્રીમંડળ વચ્ચે સમાધાન સંબંધ સુનિશ્ચિત કરવા કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

અરવિંદ કેજરીવાલનો વિરોધ

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ‘દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બેઠકો ન મળતાં અને એમસીડી પેટાચૂંટણીમાં એક પણ બેઠક નહીં મળતાં ભાજપે હવે પડદા પાછળથી સત્તા લેવાની તૈયારી કરી લીધી છે. આ અંતર્ગત તેમણે આજે લોકસભામાં બિલ રજૂ કર્યું છે. આ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયની વિરુદ્ધ છે. અમે ભાજપના ગેરબંધારણીય અને લોકશાહી પગલાનો વિરોધ કરીએ છીએ. ‘

એક અન્ય ટ્વિટમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘બિલમાં કહેવામાં આવ્યું છે કે, સરકારનો અર્થ એલજી. જો આવું જ થાય છે તો ચૂંટાયેલી સરકાર શું કરશે? બધી ફાઇલો એલજી પાસે જશે. આ ખરડો સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે, જેમાં કહ્યું હતું કે, તમામ નિર્ણય દિલ્હી સરકાર લેશે અને તેની નકલ એલજીને મોકલવામાં આવશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati