DELHI : ગુજરાતમાં ભવ્ય જીત બદલ BJP રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. NADDAએ રાજ્યની જનતાને અભિનંદન આપ્યા

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એ પણ ટ્વિટ કરીને રાજ્યની જનતાનો આભાર માન્યો છે અને સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનને અભિનંદન આપ્યા છે. 

DELHI : ગુજરાતમાં ભવ્ય જીત બદલ BJP રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. NADDAએ રાજ્યની જનતાને અભિનંદન આપ્યા
J.P. NADDA
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 8:01 PM

DELHI : ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં BJPની ભવ્ય જીત બદલ ચારે બાજુથી પ્રદેશ ભાજપ પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે તો સાથે જ ભાજપની જીત બદલ જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI), કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (HM AMIT SHAH) અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P. NADDA) એ પણ ટ્વિટ કરીને રાજ્યની જનતાનો આભાર માન્યો છે અને સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનને અભિનંદન આપ્યા છે. 

પ્રદેશ ભાજપને અભિનંદન ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટ્વિટ કરીને લખ્યું કે ગુજરાતના છ મહાનગરોની ચૂંટણીમાં  ગુજરાત ભાજપને ભારે બહુમતી મળી છે. આ અભૂતપૂર્વ વિજય બદલ હું તમામ છ મહાનગર પાલિકાના મતદારો, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. 

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

રાજ્યની જનતાનો આભાર  બીજી ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાત ભાજપનો ઐતિહાસિક વિજય એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકકલ્યાણ અને વિકાસલક્ષી નીતિઓમાં અવિરત વિશ્વાસની જીત છે. હું ભાજપ પર સતત વિશ્વાસ મુકવા બદલ રાજ્યની જનતાનો આભાર માનું છું. 

મોદી સરકારની નીતિઓને દેશની જનતાનું સમર્થન  અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણી હોય કે 11 રાજ્યોમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હોય કે પછી અસમ, અરૂણાચલ, જમ્મુ-કાશ્મીર, ગોવા, રાજસ્થાન, લદ્દાખ, હૈદરાબાદ અને ગુજરાતમાં યોજાયેલી યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, દેશના ખેડુતો, શ્રમિકો, વેપારીઓ, યુવાનો અને મહિલાઓએ પણ મોદી સરકારની નીતિઓને પોતાનું  સમર્થન આપ્યું છે. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">