Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM મોદીએ આપી જાણકારી
લખનઉમા ડિફેન્સ એક્સપોના ઉદ્ધાટન સમયે પીએમ મોદીએ હાજરી આપી હતી. તેઓએ આ પ્રસંગ્રે કહ્યું કે 5 વર્ષમાં ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ માટે અલગ જોશ દેખાઈ રહ્યો છે. 2014ના વર્ષ પછી સતત પોલીસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે અમે ઘણાં કામ કર્યા છે. દેશમાં સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય […]
લખનઉમા ડિફેન્સ એક્સપોના ઉદ્ધાટન સમયે પીએમ મોદીએ હાજરી આપી હતી. તેઓએ આ પ્રસંગ્રે કહ્યું કે 5 વર્ષમાં ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ માટે અલગ જોશ દેખાઈ રહ્યો છે. 2014ના વર્ષ પછી સતત પોલીસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે અમે ઘણાં કામ કર્યા છે. દેશમાં સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય તેઓએ વધુ જાણકારી આપતા કહ્યું કે ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન માટે ભારત આજે સંપૂર્ણ તૈયાર છે. યૂઝર અને પ્રોડ્યુસરના સંબંધથી રક્ષા સિસ્ટમને મજબૂત કરી શકાય છે. સંશોધનમાં યુવા ટેલેન્ટને જગ્યા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટઃ જિલ્લાની 523 શાળાને નોટિસ! માન્યતા માટે જરૂરી આધાર રજૂ ન કરતા DEOની કાર્યવાહી
લખનઉ ખાતે ભારતમાં ક્યાં કયાં ડિફેન્સના સાધનોનું ઉત્પાદન કરવામાં આવશે તે જાણકારી પણ પીએમ મોદીએ આપી હતી. તેઓએ જાણકારી આપી કે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં ડિફેન્સ કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં ઉત્તરપ્રદેશને ડિફેન્સ સેક્ટરના મોટા હબ તરીકે ઓળખવામાં આવશે. આના લીધે રોકાણ થશે તો યુવાઓને રોજગારી પણ મળશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
PM મોદીએ ભારતની સ્પેસ ટેક્નોલોજીના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે દેશની 130 કરોડની સુરક્ષામાં ભારતની સ્પેસ ટેકનોલોજી મોટો ભાગ ભજવી રહી છે. આ સિવાય સરકાર 200 નવા સ્ટાર્ટઅપ ખોલવાનો વિચાર કરી રહી છે. આગામી 5 વર્ષમાં 5000 કંપોનેંટ્સને ભારત નિકાસ કરશે તેવી આશા પણ પીએમ મોદીએ વ્યક્ત કરી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]