દક્ષિણ ચીનનાં 250 દ્વિપ પર કબજો કરી લેવા ચીટર ચીનની ખોરી દાનત, ત્રણ ટ્રિલિયન ડોલરનાં વેપારનો રસ્તો જ્યાંથી નિકળે છે તેના પર દદડે છે લાલચુ ચીનની લાળ

દક્ષિણ ચીનનાં 250 દ્વિપ પર કબજો કરી લેવા ચીટર ચીનની ખોરી દાનત, ત્રણ ટ્રિલિયન ડોલરનાં વેપારનો રસ્તો જ્યાંથી નિકળે છે તેના પર દદડે છે લાલચુ ચીનની લાળ
http://tv9gujarati.in/ddaxin-chin-na-2…n-ni-khori-danat/

દુનિયાનો આશરે એક તૃત્યાંશ વેપાર એટલે કે ત્રણ ટ્રિલિયન ડોલરનો વેપાર જે રસ્તે થી થાય છે તે દક્ષિણ ચીન સાગરમાં આવેલા 250 જેટલા દ્વીપને હડપી લેવા માટે લાલચુ ચીન નજર રાખીને બેઠું છે. ચીનની ખોરી દાનત એ છે કે આ બધા દ્વીપો પર કબજો કરી લઈને તે આ વિસ્તારમાંથી પસાર થનારા જહાજો પર નજર રાખી […]

Pinak Shukla

|

Jul 05, 2020 | 12:25 PM

દુનિયાનો આશરે એક તૃત્યાંશ વેપાર એટલે કે ત્રણ ટ્રિલિયન ડોલરનો વેપાર જે રસ્તે થી થાય છે તે દક્ષિણ ચીન સાગરમાં આવેલા 250 જેટલા દ્વીપને હડપી લેવા માટે લાલચુ ચીન નજર રાખીને બેઠું છે. ચીનની ખોરી દાનત એ છે કે આ બધા દ્વીપો પર કબજો કરી લઈને તે આ વિસ્તારમાંથી પસાર થનારા જહાજો પર નજર રાખી શકે અને રોકી-ટોકી શકે. ભારત અને ચીન વચ્ચે LAC પર તણાવ ચાલી રહ્યો છે તે વચ્ચે દક્ષિણ ચીન મહાસાગરમાં ચીની નૌસેના એ કરેલા યુદ્ધાભ્યાસનું પિક્ચર સામે આવ્યું છે. ગ્લોબલ ટાઈમ્સે આ તસવીરો જાહેર કરીને લખ્યું છે કે ચીનનાં દક્ષિણ, ઉત્તર અને પૂર્વ થિએટર કમાન્ડે પોતાનું નૌસૈનિક કૌવતને બતાવ્યુ છે.

             ગ્લોબલ ટાઈમ્સનું અગર માનીએ તો આ યુદ્ધાભ્યાસમાં 054 ફ્રિગેટ્સ અને 052 ડી, ગાઈડેડ મિસાઈલ્સ ડિસ્ટ્રોયરનો બખૂબી રીતે ઉપયોગ કરવામાં આવ્યો. ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પોતાની શક્તિ દેખાડવા માટે આવા પ્રકારના તસવીરો જાહેર કરવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે. જો કે રક્ષા નિષ્ણાંતો આને ચીનની વિસ્તારવાદી વિચારોનો નમુનો માની રહ્યા છે. તેમના મુજબ ચીનની નજર ના માત્ર ગલવાન પર છે બલકે દક્ષિણ ચીન સાગરનાં દ્વીપ પર પણ છે.

              જોવા જઈએ તો દક્ષિણ ચીન સમુદ્રમાં 250 જેટલા દ્વીપ છે ચીન આ બધા પર કબજો કરી લેવા માગે છે. ત્રણ ટ્રિલિયનનો વેપાર આજ રસ્તેથી થાય છે ત્યારે રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે ચીનને કડકાઈથી રોકવું પડશે. ચીનને અત્યારે રોકવામાં ન આવ્યું તો કોરોનાથી હાલત સામાન્ય થતા જ તે બધા દ્વીપ પર કબજો કરી લેશે. તેમનું એમ પણ માનવું છે કે જમીન પર વિસ્તારવાદને અજમાવ્યા બાદ ચીન હવે સમુદ્રમાં આવા જ વર્તન સાથે આગળ વધી રહ્યું છે. ચીન દક્ષિણ ચીન સાગર પોતાનો દાવો કરતું રહ્યું છે, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ તેને આ મુદ્દે હારનો સામનો કરવો પડ્યો હતો. જાપાન અને વિયેતનામ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની હાજરીનો વિરોધ કરતું આવ્યું છે. અને આ સમુદ્દી વિસ્તારનું ખુલ્લુ રહેવું જાપાન અને ઓસ્ટ્રેલિયાનાં બે પક્ષિય વેપારનાં મતલબથી જરૂરી છે.

              જણાવવું રહ્યું કે અમેરિકાએ મિસાઈલોથી ભરેલા પોતાના ત્રણ જંગી જહાજ ઈન્ડો-પેસિફિક દરીયામાં મોકલ્યા છે. અમેરિકાનાં આ જંગી જહાજ જાપાન, વિયતમાન, દક્ષિણ કોરીયાનાં પોતાના ઠેકાણાઓ પાસે અભ્યાસ કરશે. આપને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં ભારત તરફે 20 જેટલા જવાન શહિદ થઈ ગયા હતા, ત્યારબાદ બંને દેશો વચ્ચે સીમા પર માહોલ તંગ ચાલી રહ્યો છે. પીએમ મોદીએ પણ ખુદ લદ્દાખ જઈને સ્થિતિની જાણકારી મેળવી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati