CWCની બેઠકમાં પાસ કરાયા આ ત્રણ પ્રસ્તાવ, ગેહલોતે લગાવી આનંદ શર્મા અને ગુલામનબી આઝાદને ફટકાર

કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણીઓને લઈને ઉથલ પાથલ ચાલી રહી છે, તેની વચ્ચે આજે કોંગ્રેસની કાર્યસમિતિ CWCની બેઠક થઈ હતી. આજે કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની બેઠક મળી રહી છે.

CWCની બેઠકમાં પાસ કરાયા આ ત્રણ પ્રસ્તાવ, ગેહલોતે લગાવી આનંદ શર્મા અને ગુલામનબી આઝાદને ફટકાર
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 22, 2021 | 5:14 PM

કોંગ્રેસમાં સંગઠનાત્મક ચૂંટણીઓને લઈને ઉથલ પાથલ ચાલી રહી છે, તેની વચ્ચે આજે કોંગ્રેસની કાર્યસમિતિ CWCની બેઠક થઈ હતી. આજે કોંગ્રેસ પાર્ટીની કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી)ની બેઠક મળી રહી છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અને પાર્ટીના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માને ઠપકો આપ્યો છે. અશોક ગેહલોતે કહ્યું કે તમને અને મને જે મળ્યું તે પાર્ટીને કારણે છે. તમારે આજે પાર્ટીને મજબૂત બનાવવી જોઈએ. પાંચ રાજ્યોની ચૂંટણીઓ છે, તમારું ધ્યાન તેના પર હોવું જોઈએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે તમારે ખેડૂતોનો મુદ્દો ઉઠાવવો જોઈએ. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે પાંચ રાજ્યોની ચૂંટણી અને ખેડૂતોનો મુદ્દો સંગઠનની ચૂંટણી કરતા વધારે મહત્વનો છે. સાથે જ આનંદ શર્માએ કહ્યું કે સંગઠનને મજબૂત બનાવવું જરૂરી છે. ગેહલોતની સાથે, અંબિકા સોનીએ પણ કાર્યકારી સમિતિની બેઠકમાં ચીઠ્ઠી લખનારાઓને ખરીખોટી સંભળાવી હતી. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો અને જનતાને લગતા પ્રશ્નો હજુ પણ વધુ મહત્ત્વના છે. હવે આપણે તેમના માટે લડવું જોઈએ. રાહુલ ગાંધીએ સીડબ્લ્યુસીની બેઠકમાં સ્પષ્ટ કર્યું કે સંગઠનની ચૂંટણીઓ થશે.

કોંગ્રેસ પાર્ટીની આંતરિક ચૂંટણી મે મહિનામાં થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મે મહિનામાં પાર્ટીને નવા પ્રમુખ પણ મળી શકે છે. કોંગ્રેસ પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી મે મહિનામાં થઈ શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એઆઈસીસીનું અધિવેશન 29 મેના રોજ યોજાશે.

CWCની બેઠકમાં ત્રણ ઠરાવો પસાર થયા

1. ખેડૂત કાયદા સામે ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને સરકારે કાયદો પાછો ખેંચવો જોઈએ. 2. ખાનગી ચેનલના સંપાદકની વ્હોટ્સએપ ચેટમાં રાષ્ટ્રીય સુરક્ષામાં દેખીતી ચૂકને લઈને જેપીસીની માંગ. 3. બધા દેશવાસીઓ કોરોનાની રસી લે, રસી બનાવવા માટે વૈજ્ઞાનીકોની સરાહના.

આ પણ વાંચો: RAJKOT: આઈવે પ્રોજેક્ટથી નાગરિકોને આડેધડ દંડ, નાગરિકોની વ્હારે આવ્યાં બે વકીલ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">