સ્ટીગ ઓપરેશનને લઈને કોંગ્રેસે કરેલા આક્ષેપોને ફગાવતુ ભાજપ, પ્રજાને ભ્રમિત કરી રહી હોવાનો કોંગ્રેસ ઉપર સી આર પાટીલે કર્યો આક્ષેપ
ગુજરાતમાં ભાજપે ધારાસભ્યોને રૂપિયા આપીને રાજીનામા અપાવ્યા હોવા અંગે કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનનો વિડીયો અંગે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કહેવુ છે કે સ્ટીગ ઓપરેશન અંગે ઠોસ પૂરાવા આપો. મનધંડત આક્ષેપો કર્યા છે. સોમાભાઈ પટેલનો કથિત વિડીયો વાયરલ કર્યો હોવાનું કહે છે તેમાં સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. ચહેરો દેખાય તેવો વિડીયો પ્રજા સામે […]
ગુજરાતમાં ભાજપે ધારાસભ્યોને રૂપિયા આપીને રાજીનામા અપાવ્યા હોવા અંગે કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનનો વિડીયો અંગે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કહેવુ છે કે સ્ટીગ ઓપરેશન અંગે ઠોસ પૂરાવા આપો. મનધંડત આક્ષેપો કર્યા છે. સોમાભાઈ પટેલનો કથિત વિડીયો વાયરલ કર્યો હોવાનું કહે છે તેમાં સોમાભાઈનો ચહેરો દેખાતો નથી. ચહેરો દેખાય તેવો વિડીયો પ્રજા સામે મૂકે. પોતાના વિશે સોમાભાઈએ કાઈ કહ્યું નથી તેમ કહીને સી આર પાટીલે કહ્યું કે, નવા પ્રદેશ અધ્યક્ષ આ ડીલમાં હતા. તેમણે પૈસાની ઓફર કરી હતી તેવુ કહ્યુ નથી. તેમણે એટલુ જ કહ્યુ છે કે નવા અધ્યક્ષ મારા મિત્ર છે. લેવડદેવડ અંગે કોઈ કહ્યું નથી. આમ છતા લોકોને કોંગ્રેસ પ્રમુખ ભ્રમિત કરી રહ્યા છે. આ રીતે જ કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે કરેલા વિકાસના કામને લઈને, વિધાનસભાની આઠેય બેઠકો ઉપર પ્રજાનો ઝોક ભાજપ તરફી છે. તેથી કોંગ્રેસ ગતકડા કહી રહ્યું હોવાનું જણાવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો