તીરથ રાવતના ‘ફાટેલા જીન્સ’ નિવેદન પર વિવાદ, મહિલા નેતાઓએ આપી આવી જોરદાર પ્રતિક્રિયા

ઉત્તરાખંડમાં નવા બનેલા મુખ્યમંત્રી Tirath Singh Rawat એ ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે મહિલાઓના જીન્સ પર તેમના સંસ્કાર પર સવાલ ઉભા કર્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 13:04 PM, 18 Mar 2021
તીરથ રાવતના 'ફાટેલા જીન્સ' નિવેદન પર વિવાદ, મહિલા નેતાઓએ આપી આવી જોરદાર પ્રતિક્રિયા
ફાટેલા જીન્સ પર વિવાદ

ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે મહિલાઓના જીન્સ પહેરવાના મામલે આપેલા નિવેદનમાં વિવાદ વધ્યો છે. સોશિયલ મીડિયા પર આ નિવેદનની ચર્ચા થઈ છે, તેમજ જોરશોરથી વિરોધ થઇ રહ્યો છે. આમાં હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ તિરથસિંહ રાવતના નિવેદન પર કડક હુમલો કર્યો છે. મહુઆ મોઇત્રા સિવાય પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથસિંહ રાવત પર નિશાન સાધ્યું છે.

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું છે કે CM સાહેબ જ્યારે તમને જોયા ત્યારે ઉપર-નીચે-આગળ અને પાછળ બસ બેશરમ અને નિર્લજ્જ માણસ દેખાય છે.”

TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ વધુમાં લખ્યું છે કે “તમે રાજ્ય ચલાવો છો અને તમારું મન ફાટેલું લાગે છે.”

 

 

તમને જણાવી દઈએ કે માત્ર મહુઆ મોઇત્રા જ નહીં પરંતુ ઘણા રાજકીય પક્ષોના નેતાઓએ પણ તીરથસિંહ રાવતના નિવેદનની નિંદા કરી છે. કોંગ્રેસ પાર્ટી પણ સોશિયલ મીડિયા પર તિરથસિંહ રાવતના નિવેદનની સતત ટીકા કરી રહી છે.

શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ તીરથ સિંહ રાવતના નિવેદન પર ટિપ્પણી કરી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું છે કે દેશની સંસ્કૃતિ અને સંસ્કાર પર એ પુરુષોના કારણે ફર્ક પડે છે જે મહિલાઓ અને તેના કપડાને જજ કરે છે. વિચાર બદલો મુખ્યમંત્રીજી, ત્યારે જ દેશ બદલશે.

 

 

તિરથસિંહ રાવતે શું કહ્યું હતું?

જણાવી દઈએ કે તિરથસિંહ રાવત તાજેતરમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા છે અને સતત હેડલાઇન્સમાં રહ્યા છે. ગઈકાલે તેમણે મહિલાઓના ફાટેલા જિન્સ પહેરવા અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે આ કેવા સંસ્કાર છે.