કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. પ્રિયંકાએ થોડા સમય પહેલાં પણ પાર્ટીની ઝાટકણી કાઢી હતી. પ્રિયંકા ચતુર્વેદીએ પહેલાં પણ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પોતાના પરસેવો પાડીને કામ કરે છે તેમના કરતા તો મારપીટ કરનારા લોકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જો લોકોએ પાર્ટીમાં મને […]

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ નારાજ થઈને આપ્યું કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું
Follow Us:
| Updated on: Apr 19, 2019 | 9:26 AM

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીથી નારાજ થઈને રાજીનામું આપી દીધું છે. પ્રિયંકાએ થોડા સમય પહેલાં પણ પાર્ટીની ઝાટકણી કાઢી હતી.

પ્રિયંકા ચતુર્વેદીએ પહેલાં પણ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં જે લોકો પોતાના પરસેવો પાડીને કામ કરે છે તેમના કરતા તો મારપીટ કરનારા લોકોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જો લોકોએ પાર્ટીમાં મને ધમકી આપી તેને વિરુદ્ધ કોઈ જ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી.

રાફેલ મુદ્દાને લઈને મથુરામાં થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી સાથે કોંગ્રેસના કાર્યકરોએ ગેરવર્તન કર્યું હતું. પાર્ટીએ આ કાર્યકરોને થોડા સમય માટે પાર્ટીમાંથી હટાવી દીધા હતા અને બાદમાં એક માફીપત્ર સાથે પરત પાર્ટીમાં લાવી દીધા હતા. પ્રિયંકા ચતુર્વેદી આ બાબતથી નારાજ હતા અને આ મુદ્દે તેમણે ટ્વિટ કરીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. આમ કોઈ વિશેષ ઉકેલ પાર્ટીએ ન લાવતા પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">