વિધાનસભા ગૃહમાંથી કૉંગ્રેસનું વોકઆઉટ, ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી’ના લાગ્યા નારા

વિધાનસભા ગૃહમાં આજે સંગ્રામ મચી ગયો. ખેડૂતોને ચૂકવાતા પાક વીમા મુદ્દે ભાજપ અને કૉંગ્રેસના સભ્યો સામસામે ગયા. કૉંગ્રેસના પાકવીમાના એક પ્રશ્ન પર અધ્યક્ષે પ્રશ્નનો જવાબ ઉડાવવા માટે આદેશ આપતાં કૉંગ્રેસના સભ્યો રોષે ભરાયા હતા અને ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.  ત્યરાબાદ ગૃહમાંથી બહાર નીકળતી વખતે અને ગૃહની બહાર […]

વિધાનસભા ગૃહમાંથી કૉંગ્રેસનું વોકઆઉટ, ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી'ના લાગ્યા નારા
TV9 Webdesk12

| Edited By: Pinak Shukla

Jan 15, 2021 | 3:05 PM

વિધાનસભા ગૃહમાં આજે સંગ્રામ મચી ગયો. ખેડૂતોને ચૂકવાતા પાક વીમા મુદ્દે ભાજપ અને કૉંગ્રેસના સભ્યો સામસામે ગયા. કૉંગ્રેસના પાકવીમાના એક પ્રશ્ન પર અધ્યક્ષે પ્રશ્નનો જવાબ ઉડાવવા માટે આદેશ આપતાં કૉંગ્રેસના સભ્યો રોષે ભરાયા હતા અને ‘અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર સાથે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.

ત્યરાબાદ ગૃહમાંથી બહાર નીકળતી વખતે અને ગૃહની બહાર ખેડૂત વિરોધી સરકાર હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. કૉંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો કે સરકાર ખેડૂત વિરોધી છે. વીમા કંપનીઓ સાથે સરકારની મીલિભગ છે. જેના કારણે વીમા કંપનીઓ ખેડૂતોને વળતર નથી ચૂકવતી. છતાં સરકાર વીમા કંપનીઓ સામે કોઈ પગલાં નથી લઈ રહી.

આ પણ વાંચોઃ કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું ભારતમાં 28 કેસ, બહારથી આવનારા તમામ લોકોની તપાસ થશે

તો બીજીતરફ વિધાનસભામાં સરકારે લેખિતમાં જવાબ આપીને બે વર્ષમાં કેટલું પ્રીમિયમ ચૂકવાયું તેના આંકડા રજૂ કર્યા હતા. પ્રધાનમંત્રી ફસલ યોજના માટે પ્રીમિયમની ચૂકવણીના આંકડા પ્રમાણે, વર્ષ 2018માં ખેડૂતોએ વીમા કંપનીને 396.53 કરોડ પ્રીમિયમ ભર્યું છે. જેમાંથી રાજ્ય અને કેન્દ્રએ વર્ષ 2018માં 2746 કરોડ પ્રીમિયમ સહાય કંપનીઓને ચૂકવી છે. તો વર્ષ 2019માં ખેડૂતોએ 466 કરોડ પ્રીમિયમ ભર્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે વર્ષ 2019માં 3114 કરોડ પ્રીમિયમ સહાય ચૂકવી છે. 7 અલગ અલગ વીમા કંપનીઓને સિઝનવાર પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati