સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદોની બેઠક, રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની ઉઠી માગ

સોનિયા ગાંધીની સાથે કોંગ્રેસ સાંસદોની બેઠક, રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની ઉઠી માગ


કોંગ્રેસ પાર્ટીના સાંસદોની બેઠકમાં ફરી એકવાર રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાની માગ ઉઠી છે. કોંગ્રેસના લગભગ 10 લોકસભા સાંસદોએ કહ્યું કે રાહુલ ગાંધીને તરત જ પાર્ટીની કમાન સંભાળવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના લોકસભાના ચીફ વ્હિપ કે સુરેશ, તેમની સાથે સાથે ગૌરવ ગોગોઈ અને માનિક ટેગોર પણ એકમત નજર આવ્યા. તેમને અન્ય સાંસદોના સુરમાં સુર મિલાવતા કહ્યું કે રાહુલ ગાંધીને ઝડપી પાર્ટીની કમાન સંભાળવી જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે આ બેઠકની શરૂઆત પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજય સિંહે ટ્વીટ કર્યું. તેમાં તેમને કોંગ્રેસના ઘણા નેતાઓ પર નિશાનો સાધતા કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીને લીડ કરવી જોઈએ. પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તા રાહુલ ગાંધીની સાથે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati