કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટી નેતાઓની બેઠક, બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનીતિ પર કરી ચર્ચા

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ Budget Sessionનો બીજો તબક્કો શરૂ થાય તે પૂર્વે આજે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. વર્ચુઅલ મીડિયા દ્વારા આયોજિત આ બેઠકમાં જી -23 નેતાઓ આનંદ શર્મા અને મનીષ તિવારી પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટી નેતાઓની બેઠક, બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનીતિ પર કરી ચર્ચા

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ Budget Sessionનો બીજો તબક્કો શરૂ થાય તે પૂર્વે આજે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. વર્ચુઅલ મીડિયા દ્વારા આયોજિત આ બેઠકમાં જી -23 નેતાઓ આનંદ શર્મા અને મનીષ તિવારી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે અને અધિર રંજન ચૌધરી પણ હાજર હતા.

 

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, એકે એન્ટની અને જયરામ રમેશ પણે આ બેઠકમાં ભાગ લીધો હતો. સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ પર બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત આંદોલન, ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને બેરોજગારીના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી લેવાનો સતત પ્રયાસ કરી રહી છે. સંકેત સ્પષ્ટ છે કે કોંગ્રેસ Budget Sessionના બીજા તબક્કામાં આક્રમક રાજકીય વલણ અપનાવશે.

 

આ બેઠક પૂર્વે રાહુલ ગાંધીએ એમએસપીના મુદ્દે સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે ટ્વીટ કર્યું હતું કે આજીવિકા અધિકાર છે, કોઈ ઉપકાર નથી. અમને એમએસપી આપો. તાજેતરમાં જ એક લેખમાં સોનિયા ગાંધીએ પીએસયુમાં ડિસઈન્વેસ્ટમેન્ટના મુદ્દે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે મોદી સરકાર અર્થવ્યવસ્થાના પતનનો લાભ લઈ રહી છે. દેશના નાણા મૂડીવાદીઓના સોંપવામાં આવી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: Election 2021: ખૂબ જ રસપ્રદ હશે પશ્ચિમ બંગાળની ચૂંટણી, નંદીગ્રામ બાદ આ બેઠક પર બે પૂર્વ IPS આમને સામને

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati