ભાજપમાં જોડાવવા મુદ્દે કોંગ્રેસ નેતા ગુલાબનબી આઝાદે આપ્યો આ જવાબ

ભાજપમાં જોડાવવાની રાજકીય ચર્ચાઓ વચ્ચે ગુલામ નબી આઝાદે મૌન તોડ્યું છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં આઝાદે કહ્યું કે જે દિવસે કાશ્મીરમાં કાળો બરફ પડવા માંડશે ત્યારે હું ભાજપમાં જોડાઈશ.

ભાજપમાં જોડાવવા મુદ્દે કોંગ્રેસ નેતા ગુલાબનબી આઝાદે આપ્યો આ જવાબ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 12, 2021 | 6:03 PM

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Gulabanbi Azad  ચાર દાયકા લાંબા સંસદીય કાર્યકાળ બાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થયા. આ ચાલીસ વર્ષોમાં તેમણે રાજ્યસભામાં 28 વર્ષ વિતાવ્યા. પીએમ મોદીએ તેમના વિદાય ભાષણ દરમિયાન ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી હતી. એક ઘટનાને યાદ કરતાં પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદી ઉપરાંત ગુલામ નબી આઝાદનું સમગ્ર ભાજપ ખૂબ માન હતું.

પીએમ મોદીના વિદાય ભાષણ પછી મીડિયામાં એવી ચર્ચા થઈ હતી કે Gulabanbi Azad  ભાજપમાં જોડાઇ શકે છે. અથવા મોદી સરકાર તેમને મોટું સરકારી પદ આપી શકે છે. આ રાજકીય ચર્ચાઓ વચ્ચે ગુલામ નબી આઝાદે મૌન તોડ્યું છે. એક અંગ્રેજી ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યુમાં આઝાદે કહ્યું કે જે દિવસે કાશ્મીરમાં કાળો બરફ પડવા માંડશે ત્યારે હું ભાજપમાં જોડાઈશ.

આઝાદે કહ્યું કે કાશ્મીરમાં કાળો બરફ પડવા લાગશે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ. માત્ર ભાજપ શા માટે તે જ દિવસે હું અન્ય પાર્ટીમાં જોડાઈશ. જે લોકો આવી અફવાઓ ફેલાવી રહ્યા છે તે મારા વિશે જાણતા નથી. જ્યારે રાજમાતા સિંધિયા વિપક્ષના ઉપ નેતા હતા ત્યારે તેમણે મારા પર કેટલાક આક્ષેપો કર્યા હતા. હું ઉભો થયો અને કહ્યું કે આ આરોપને ગંભીર ગણીને સલાહ આપી રહ્યો છું કે અટલ બિહારી વાજપેયી, સિંધિયા અને લાલકૃષ્ણ અડવાણીની સભ્યવાળી કમિટી બનાવવામાં આવે અને કમિટી 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરે. કમિટી જે પણ સજા આપશે તે હું સ્વીકારું છું. વાજપેયીએ ગૃહમાં આવીને પૂછ્યું કેમ? મેં તેમને કહ્યું . તેની બાદ વાજપેયી ઉભા થયા અને બોલ્યા-હું ગૃહ અને ગુલામ નબી આઝાદની માફી માંગુ છું. રાજમાતા સિંધિયા તેમને નથી ઓળખતા પણ હું તેમને જાણું છું.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

વિદાય અંગે કોંગ્રેસ પાર્ટીના પ્રત્યુતર પર બોલતા આઝાદે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષે મારા કામની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો. તેમણે કહ્યું કે સંગઠનને મજબૂત બનાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે અને તે પછી હું તેમને મળ્યો. તેમણે કહ્યું કે અમારે ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે.

વડાપ્રધાનના વિદાય ભાષણ બાદથી જમ્મુ કાશ્મીરથી વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના રાજકીય ભાવિ વિશે અટકળો શરૂ થઈ હતી છે. જ્યારે એનડીએ ગુલામ નબી આઝાદને ઉપરાષ્ટ્રપતિ / રાજ્યસભાના અધ્યક્ષના ઉમેદવાર બનાવવાની ચર્ચા છે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને એક મહત્વપૂર્ણ રાજ્યના રાજ્યપાલ બનાવી શકાય છે.

આ સાથે એવી અટકળો પણ કરવામાં આવી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ તેમને મોટી ભૂમિકા આપી શકે છે, જ્યાં આગામી સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે. આઝાદ હજી 71 વર્ષના છે, તેઓ ભાજપના સત્તાવાર નિવૃત્તિની વયથી થોડા વર્ષો પાછળ છે. હવે જોવાનું એ છે કે રાજ્યસભામાં 28 વર્ષ રહેલા ગુલામ નબી આઝાદનું રાજકીય ભવિષ્ય કેવી રીતે આગળ વધે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">