કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી

કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન મામલે નોટિસ આપી આઇટી સમક્ષ હાજર થવા આદેશ કરાયો છે. અહેમદ પટેલ વર્તમાનમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષના પદ પર છે. જેને લઇને અહેમદ પટેલને કોંગ્રેસ વતી આ નોટિસ આપવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ વિભિન્ન કંપનીઓ દ્વારા થયેલા […]

કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી
TV9 Webdesk12

|

Feb 18, 2020 | 10:59 AM

કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા ટ્રાન્ઝેક્શન મામલે નોટિસ આપી આઇટી સમક્ષ હાજર થવા આદેશ કરાયો છે. અહેમદ પટેલ વર્તમાનમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષના પદ પર છે. જેને લઇને અહેમદ પટેલને કોંગ્રેસ વતી આ નોટિસ આપવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ વિભિન્ન કંપનીઓ દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, 400 કરોડથી વધુની રકમ હવાલા મારફતે કોંગ્રેસના ખાતાઓમાં આવી હતી. અહેમદ પટેલને આ નોટિસ મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતથી કોંગ્રેસના ખાતાઓમાં આવેલા નાણા બાબતે આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ LRD મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે એફિડેવિટ ફાઈલ કરીને આપ્યો આ જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati