ચાઈનીઝ એપ્લિકેશન વીબો પરથી કેમ વડાપ્રધાન મોદીએ કરવી પડી 115 પોસ્ટ ડીલીટ, વાંચો ચીનાઓની અવળચંડાઈનો કઈ રીતે મોદીજીએ વાળ્યો જવાબ

ચાઈનીઝ એપ્લિકેશન વીબો પરથી કેમ વડાપ્રધાન મોદીએ કરવી પડી 115 પોસ્ટ ડીલીટ, વાંચો ચીનાઓની અવળચંડાઈનો કઈ રીતે મોદીજીએ વાળ્યો જવાબ
http://tv9gujarati.in/chinese-applicat…post-kari-delete/

ભારત સરકારે જે 59 ચીની એપ્લિકેશનને બેન કરવાનો નિર્ણય કર્યો છે તે પૈકીનાં એક વીબો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અધિકૃત એકાઉન્ટ છે. બુધવારે લોકો ત્યારે હેરાન રહી ગયા કે જ્યારે તે એકાઉન્ટ પરથી ફોટો, પોસ્ટ અને કોમેન્ટ તમામ ગાયબ થઈ ગયા. અનેક લોકોએ એવો અંદાજો લગાવ્યો કે ચીનને જવાબ આપવા માટે વીબોએ આ કાર્યવાહી કરી […]

Pinak Shukla

|

Jul 01, 2020 | 3:19 PM

ભારત સરકારે જે 59 ચીની એપ્લિકેશનને બેન કરવાનો નિર્ણય કર્યો છે તે પૈકીનાં એક વીબો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અધિકૃત એકાઉન્ટ છે. બુધવારે લોકો ત્યારે હેરાન રહી ગયા કે જ્યારે તે એકાઉન્ટ પરથી ફોટો, પોસ્ટ અને કોમેન્ટ તમામ ગાયબ થઈ ગયા. અનેક લોકોએ એવો અંદાજો લગાવ્યો કે ચીનને જવાબ આપવા માટે વીબોએ આ કાર્યવાહી કરી છે. જો કે વાત એનાથી અલગ નિકળી. ખુદ મોદીજીએ જ વીબો પરથી પોતાનું એકાઉન્ટ ડીલીટ કરવાની પ્રક્રિયા કરી નાખી છે. મોટાભાગે VIP એકાઉન્ટને તરત નથી છોડી શકાતું કે જેને માટે જટીલ પ્રોસીઝર છે જેને માટે પોસીઝર શરૂ કરી દેવામાં આવી છે.

                    ચીન તરફથી બેઝીક પરમીશન આપવામાં મોડુ કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદી દ્વારા વીબો એકાઉન્ટ પર 115 પોસ્ટ કરવામાં આવી હતી. જે માટે નક્કી કરવામાં આવ્યું હતું કે તેને મેન્યુઅલી ડીલીટ કરવામાં આવશે. ઘણા પ્રયત્નો બાદ 113 જેટલી પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી. જ્યારે કે બે પોસ્ટ હજુ પણ રહી ગઈ છે કે જેમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ સાથે મોદીજીની તસવીર હતી. વીબો પરથી ચીનનાં રાષ્ટ્રપતિની તસવીર હટાવવી મુશ્કેલ છે જો કે કોઈ પણ રીતે તેને હટાવવામાં આવી. હવે પીએમ મોદીનાં એકાઉન્ટ પર કશું નથી જો કે જ્યારે પોસ્ટ ડીલીટ કરવાની શરૂઆત કરી હતી ત્યારે વડાપ્રધાન મોદીનાં 2 લાખ 44 હજાર ફોલોઅર્સ હતા.

                   થોડા દિવસો પહેલા ચીની એપ વી ચેટથી ભારતીય દુતાવાસનાં અધિકૃત એકાઉન્ટથી ત્રણ નિવેદનને ડીલીટ કરી દેવામાં આવ્યા હતા, જેમાંથી એક નિવેદન વડાપ્રધાન મોદીનું પણ હતું. ચીનની આવી હરકતોને જોઈને અને સિક્યોરીટી તેમજ પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને જ ભારત સરકારે ટીકટોક, વીબો, હેલો, વી ચેટ જેવી 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાડી દીધો છે કે જેને ગુગલ અને એપલ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે.

                  ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલને લઈ વેસ્ટર્ન સેક્ટરમાં ભારે તણાવ બન્યો છે. બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ પણ થઈ ચુકી છે કે જેમાં ભારતનાં 20 જેટલા જવાનોએ શહાદત વહોરી હતી, ચીને જો કે બતાવ્યું નથી કે તેના કેટલા સૈનિકોનાં મોત થયા છે. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપાય તે માટે સૈન્ય સ્તરની ભલે વાત ચાલતી હોય પણ હજુ સુધી કોઈ ઠોસ સહમતિ બની નથી શકી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati