ચીન સાથે કરાયેલી સમજૂતિ મુદ્દે સોનીયા અને રાહુલ ગાંધી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, NIAને તપાસ સોંપવા માગ

પૂ્ર્વ લદ્દાખનાં ગલવાણ ઘાટીમાં થયેલી હિંસક અથડામણનાં પડઘા શમી નથી રહ્યા. LACની સાથે દિલ્હીનાં રાજકારણમાં ધમાધમ વધી ગઈ છે. એક અરજદાર દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં સાનીયા, રાહુલ ગાંધી સહિતનાં નેતાઓ સામે UPA અને ચીનની સરકાર વચ્ચે થયેલા વર્ષ 2008ના MOUને લઈને અરજી કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ NIAને […]

ચીન સાથે કરાયેલી સમજૂતિ મુદ્દે સોનીયા અને રાહુલ ગાંધી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, NIAને તપાસ સોંપવા માગ
http://tv9gujarati.in/chin-sathe-karay…em-court-ma-arji/ ‎
Follow Us:
| Updated on: Jun 24, 2020 | 1:40 PM

પૂ્ર્વ લદ્દાખનાં ગલવાણ ઘાટીમાં થયેલી હિંસક અથડામણનાં પડઘા શમી નથી રહ્યા. LACની સાથે દિલ્હીનાં રાજકારણમાં ધમાધમ વધી ગઈ છે. એક અરજદાર દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં સાનીયા, રાહુલ ગાંધી સહિતનાં નેતાઓ સામે UPA અને ચીનની સરકાર વચ્ચે થયેલા વર્ષ 2008ના MOUને લઈને અરજી કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ NIAને ગેરકાયદે ગતિવિધિઓ રોકવાના અધિનિયમ 1967  મુજબ કરવામાં આવેલી સમજૂતિની તપાસ કરે.

રાહુલ ગાંધી દ્વારા ચીનનાં મુદ્દાને લઈને કરવામાં આવી રહેલા વારંવારનાં નિવેદન સામે ભાજપા એ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે કોંગ્રેસનાં સંબંધને લઈને મુદ્દો બનાવી નાખ્યો છે. સોમવારે મનમોહન સિંહ પર ચીનને હજારો કિલોમીટર જગ્યા સમર્પિત કરી દેવા મુદ્દે કરાયેલા શાબ્દિક હુમલા બાદ ભાજપા અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને CCP (ચીની કમ્યુનિસ્ટ પાર્ટી ) વચ્ચે થયેલી સમજૂતિને જવાબદાર ગણાવ્યું હતું. નડ્ડાએ આ વિગતો સાથેનું ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે સમજૂતિ બાદ જ તત્કાલીન કોંગ્રેનાં નૈતૃત્વ વાળી સરકારે ચીનને હજારો કિલોમીટરની જમીન તાસક પર ધરી દીધી હતી. જયારે ડોકલામ થયું ત્યારે રાહુલ ગાંધી ભારતમાં રહેલા ચીનનાં રાજદૂતને મળવા ચીની દૂતાવાસ જતા રહ્યા હતા અને આ વાત છુપાવવાની કોશિષ પણ થઈ. ભાજપ કહી રહ્યું છે કે હવે ફરી એકવાર જ્યારે ચીન સામે તણાવની સ્થિતિ છે ત્યારે રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડી રહ્યા છે.

ભાજપા પ્રમુખે પુછ્યું હતું કે શું આ સમજૂતિની અસર છે? જણાવવું રહ્યું કે ભાજપાના પ્રવક્તા સાંબિત પાત્રાએ પણ કોંગ્રેસ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચેનાં સંબંધ પર સવાલો ઉભા કર્યા હતા. પાત્રાએ તો આ સમજૂતિમાં શું થયું હતું તે દેશ સામે મુકવા માટે અપીલ કરી હતી. તેમનું માનવું છે કે આ બે પાર્ટીઓ વચ્ચેની સમજૂતિ નથી પરંતુ હંમેશા માટેની છે અને આજે પણ એ યથાવત છે.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

તો આજે પણ કોંગ્રેસે સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે ભાજપા સાંસદ તાપિર ગાવે અરૂણાચલ પ્રદેશમાં ચીનની સેના એ કરેલા 50 થી 60 કિલોમીટર ક્ષેત્ર પર કબજાનાં દાવા પર સ્પષ્ટતા કરવા માટે કહ્યું હતું. પાર્ટી પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે તાપીર ગાવની વાત સાચી છે કે કેમ. તેમણે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીની વાત સામે આવ્યા બાદ ભાજપ નીત નવી રીતે તેને દબાવવાનો પ્રયાસ કરે છે. એટલે તેમનાંજ સાંસદે કરેલા દાવા પર ભાજપે સફાઈ આપવાની જરૂર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">