ચીનમાંજ શી જિનપીંગ વિરૂદ્ધમાં બળવાનો માહોલ,પૂર્વ સહયોગીએ કહ્યું કે બેલગામ સત્તાએ ચીનને દુનિયાનું દુશ્મન બનાવી નાખ્યું

ચીનમાંજ શી જિનપીંગ વિરૂદ્ધમાં બળવાનો માહોલ,પૂર્વ સહયોગીએ કહ્યું કે બેલગામ સત્તાએ ચીનને દુનિયાનું દુશ્મન બનાવી નાખ્યું
http://tv9gujarati.in/chin-ma-j-shi-ji…an-banavi-nakhyu/

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ સામે હવે દેશમાં જ વિરોધ અને બળવાનો માહોલ બની રહ્યો છે. પોતાની જ પાર્ટી અને દેશમાં જિનપિંગને વિરોધને સામનો કરવો પડી શકે છે. સેન્ટ્રલ પાર્ટી સ્કૂલની પૂર્વ પ્રોફેસર કે જેને સસ્પેન્ડ કરી નાખવામાં આવી તે કાઈ શિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિનાં હાથમાં બેલગામ સત્તા રહેવાનાં કારણે ચીન દુનિયાનું દુશ્મન બની ગયું છે. […]

Pinak Shukla

|

Aug 19, 2020 | 10:11 AM

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપીંગ સામે હવે દેશમાં જ વિરોધ અને બળવાનો માહોલ બની રહ્યો છે. પોતાની જ પાર્ટી અને દેશમાં જિનપિંગને વિરોધને સામનો કરવો પડી શકે છે. સેન્ટ્રલ પાર્ટી સ્કૂલની પૂર્વ પ્રોફેસર કે જેને સસ્પેન્ડ કરી નાખવામાં આવી તે કાઈ શિયાએ કહ્યું કે રાષ્ટ્રપતિનાં હાથમાં બેલગામ સત્તા રહેવાનાં કારણે ચીન દુનિયાનું દુશ્મન બની ગયું છે. ચીનનાં ધનાઢ્ય વર્ગ અને સિનિયર અધિકારીઓની ટ્રેનીંગ માટે બનેલા સેન્ટ્રલ પાર્ટી સ્કૂલની પૂર્વ પ્રોફેસરે શી જિનપિંગ પર આરોપ લગાડતા જણાવ્યું છે કે તેમની નીતિઓ દેશના બરબાદ કરવા પર તુલી છે. ચીનનાં રાષ્ટ્રપતિ સેન્ટ્રલ સ્કૂલનાં અધ્યક્ષ રહેતા હોય છે, એવામાં એજ સ્કૂલના પ્રોફેસરની રાષ્ટ્રપતિ વિરૂદ્ધની ટિપ્પણી ઘણી મહત્વની માનવામાં આવે છે.

જણાવી દઈએ કે કાઈ શિયાને સોમવારે કોમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ચીનમાંથી પણ સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે, જેની પાછળ એક કથિત વિડિયો રેકોર્ડીંગને જવાબદાર માનવામાં આવે છે. આ ઓડિયો રેકોર્ડીંગમાં કાઈ શિયાએ શિ જિનપિંગની સખત આલોચના કરી છે. પ્રોફેસર કાઈ દ્વારા પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચીનને છોડી દીધુ છે. સેન્ટ્રલ પાર્ટી સ્કૂલે કહ્યું છે કે કાઈ શિયાની ટિપ્પણીથી દેશની શાખને નુક્શાન પહોચાડ્યું છે અને તેનાથી ગંભીર રાજકીય સમસ્યા પણ પેદા થઈ છે. અંગ્રેજી ન્યૂઝ પેપર ધ ગાર્જીયનને તેમણે  કહ્યું કે ચીનમાંથી નિકળીને તે ખુશ છે. શી નાં શાસનકાળ દરમિયાન ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ચીનની પ્રગતિ માટેની તાકાત ગુમાવી ચુકી છે. ખરેખરમાં આ લોકો ચીનનાં વિકાસ માટે બાધારૂપ બની ગયા છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે હું એક માત્ર એવી નથી કે જે પાર્ટી છોડવા માગું છું, અનેક લોકો પાર્ટી છોડવા માટે તૈયાર છે. મે પોતે ઘણાં સમય પહેલા જ પાર્ટી છોડી દેવાનું મન મનાવી લીધું હતું કેમકે મારા બોલવાની કોઈ જગ્યા જ નોહતી બચી.

પબ્લિક પોલીસીની એક્સપર્ટ કાઈ શિયાએ કહ્યું  કે જિનપિંગે પોતાની નીતિઓને લઈ ચીનને પુરા વિશ્વમાં દુશ્મન બનાવી રાખ્યું છે. બતાવી દઈએ કે ચીનમાં સુપ્રીમ લીડરની થોડી પણ ટીકા સહન નથી કરી લેવામાં આવતી. કાઈ શિયાએ કહ્યું કે કોમ્યુનિસ્ટ પાર્ટીમાં અનેક અંતુષ્ટ લોકોનો અવાજ દબાયેલા છે કેમકે તેમને બીક છે કે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે અથવા તો ભ્રષ્ટાચારનાં કેસમાં ખોટા ફસાવી દેવામાં આવે તેવી બીક સતાવી રહી છે.

શિયા કહે છે કે આવા વાતાવરણમાં જ્યારે શિ જિનપિંગ પોતે બધા ફેંસલા લઈ રહ્યા છે ત્યારે ભૂલો થવી ફરજીયાત જેવી થઈ ગઈ છે. તેમણે કોવીડ-19નું ઉદાહરણ આપતા જણાવ્યું કે શિ જિનપિંગને 7 જાન્યુઆરીએ કોરોના સંક્રમણની જાણકારી મળી ગઈ હતી પરંતુ તેમણે તેને 20 જાન્યુઆરીએ જાહેર કરી. હવે તેમને ખબર જ હતી તો તેમણે આટલા દિવસ સુધી રાહ કેમ જોઈ? કાઈ નાં જણાવ્યા પ્રમાણે તેમણે 2016માં જ પાર્ટી છોડવાનું મન બનાવી લીધું હતું, કેમકે પાર્ટીમાં સંવાદનું કોઈ ઓપ્શન જ નથી છોડવામાં આવ્યું .

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati