Chattisgarh Maoist attack: કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ જશે છત્તીસગઢ, 23 જવાનોનાં બલિદાનનો બદલો લેવા દેશભરમાં આક્રોશસભર માગ

Chattisgarh Maoist attack : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ જશે છત્તીસગઢની મુલાકાતે અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ સાથે કરશે બેઠક. બીજાપુરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

| Updated on: Apr 05, 2021 | 10:06 AM

Chattisgarh Maoist attack : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ જશે છત્તીસગઢની મુલાકાતે અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ સાથે કરશે બેઠક. બીજાપુરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. જણાવવું રહ્યું કે બીજાપુરમાં નક્સલી હુમલામાં 23 જવાનો શહીદ થયા હતા અને તે બાદ ગઈકાલે દિલ્લીમાં અમિત શાહે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ઓપરેશનથી લઈને એટેક સુધી તમામ મુદ્દે ચર્ચા થઈ શકે છે. આ ઘટના બાદથી સમગ્ર દેશમાં રોષનું મોજુ ફરી વળ્યું છે અને દેશનાં જવાનોનાં બલિદાનનો બદલો લેવા માટે ચારે તરફથી માગ થઈ રહી છે. ઘટનાનાં 24 કલાક વીતી ગયા છે ત્યારે ગૃહપ્રધાન પોતે ઘટનાસ્થળ પર પહોચી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે આ મુદ્દે હેવ આગળ કેવા પગલા ભરવામાં આવે છે.

 

જણાવવું રહ્યું કે છત્તીસગઢના વીજાપુરમાં શનિવારના રોજ નકસલી હુમલો થયો હતો આ હુમલામાં 700 જવાનોને ઘેરીને આ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 23 જવાન શહીદ થયા છે. શહીદનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે. આ હુમલામાં 9 નક્સલીઓના પણ મોત થયા છે. સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા 32 જવાનોને બીઝાપુરની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. તો વળી સાત જવાનોને સારવાર માટે રાયપુર મોકલવામાં આવ્યા છે. કોબરા કમાંન્ડોના એક જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. શબને એરલિફ્ટ કરીને જગદપુર મોકલવામાં આવ્યો છે. બીજી તરફ અથડામણમાં 12 માવવાદીઓના મોત થયા છે 16ને ઈજા પહોંચી છે. નક્સલીઓ તેમના સાથીઓના મૃતદેહ ટ્રેકટરમાં ભરીને ભાગી ગયા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે..

મળતી માહિતી પ્રમાણે વીજાપુરનો હુમલાના 20 દિવસ પહેલા નકસલીઓ મોટા પ્રામાણમાં હાજર રહેવાની જાણકારી મળી હતી. હુમલા બાદ CRPFના સાત અને છત્તીસગઢ પોલીસના 15 જવાન ગુમ હતા. નવાઈની વાત તો એ છે કે, જે વિસ્તારમાં હુમલો થયો તે નકસલીઓનો ફર્સ્ટ બટાલિયનનું કાર્યક્ષેત્ર ગણવામાં આવે છે. 20 દિવસ પહેલા UAV કેમેરા દ્વારા મોટી સંખ્યામાં નક્સલીઓ હોવાની જાણકારી મળી હતી.

ઓપરેશન પર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે, CRPFના એડીડીપી ઓપરેશન્સ જુલ્ફિકાર હંસમુખ, કેન્દ્રના વરિષ્ઠ સુરક્ષા સલાહકાર અને crpfના પૂર્વ ડીજીપી વિજય કુમાર અને હાલના આઈજી ઓપરેશન્સ છેલ્લા 20 દિવસથી જગદલપુર,રાયપુર અને બીજાપુરના વિસ્તારોમાં હાજર હતા તેમ છતા આટલા મોટા પ્રમાણમાં જવાનો શહીદ થયા છે અને એટલે જ ઓપરેશનલ પ્લાનિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

નકસલી હુમલાની જો વાત કરવામાં આવે તો સુરક્ષા બળોને જોનાગુડાના પર્વતીય પ્રદેશમાં નક્સલીઓએ અડ્ડો જમાવ્યો છે તેવી માહિતી મળી હતી જેથી શુક્રવારની રાત્રે જ CRPFના કોબરા કમાન્ડો, CRPFની બસ્તરિયા બટાલિયન અને સ્પેશયલ ટાસ્ક ફોર્સના બે હજારથી વધુ જવાનોએ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ શનિવારના રોજ નક્સલીઓએ 700 જવાનોને ત્રણ તરફથી ઘેરીને હુમલો કર્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">