ચાલબાઝ ચીનના કરતૂતોનો પર્દાફાશ, ઉઈગર મુસલમાનોનાં નરસંહારનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં, ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ આરોપીનાં લીસ્ટમાં, થઈ શકે છે પુછપરછ

ચાલબાઝ ચીનના કરતૂતોનો પર્દાફાશ, ઉઈગર મુસલમાનોનાં નરસંહારનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં, ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ પણ આરોપીનાં લીસ્ટમાં, થઈ શકે છે પુછપરછ
http://tv9gujarati.in/chalbaz-chinnex-…aropi-na-list-ma/

ચીનમાં ઉઈગર મુસલમાનોનાં નરસંહાર, માનવઅધિકાર ઉલ્લંઘન અને શોષણનો મુદ્દો હવે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટમાં પહોચી ગઈ છે. ઉઈગર સમુદાય સાથે જોડાયેલા પૂર્વી તુર્કીસ્તાનની ખારીજ કરાયેલી સરકાર અને જાગૃતિ માટેનું આંદોલન ચલાવવા વાળી સંસ્થાએ સંયુક્ત રીતે આ ફરીયાદ દાખલ કરાવી છે. પૂર્વી તુર્કીસ્તાનને ચીન દ્વારા શિનજીયાંગ પ્રદેશ નામ આપવામાં આવ્યું છે. ઉઈગર સમુદાયનાં લોકો વર્ષોથી આ વિસ્તારમાં આઝાદી માટે માગ કરી રહ્યા છે. આ પહેલી એવી ઘટના છે કે જેમાં ચીન પાસેથી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉઈગરો પર કરાયેલા અત્યાચાર અંગે પૂછપરછ કરવામાં આવી શકે છે. લંડનનાં એક વકીલોનાં સમુહે ચીનમાં ઉઈગર મુસલમાનો પર થતા અત્યાચાર અને હજારોની સંખ્યામાં બળજબરીથી તેઓને કંબોડિયા અને તાઝીકિસ્તાન મોકલી દેવામાં આવ્યા હોવાનો કેસ દર્જ કરવામાં આવ્યો છે.અને આજ કેસમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગ સહિત કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર સાથે જોડાયેલા 80 લોકો પર ઉઈગરોનાં નરસંહારનો આરોપ લાગ્યો છે.

            જણાવવું રહ્યું કે ચીનનાં રાષ્ટ્રપતિ શી જીનપીંગનાં સત્તામાં આવતા જ ઉઈગર મુસલમાનો સાથે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવતા એમના પર ધર્મનો ત્યાગ કરવા તેમજ ચીનની સત્તા સ્વીકારવા માટે દબાણ કરાયું હતું. આ વિસ્તારમાં ચીની સરકાર ઉઈગરો પાસેથી ગલી, રસ્તાઓ પર સફાઈ કરાવતી હતી, યુવાનો પાસે મોટી ફેકટરીમાં જબરદસ્તીથી લઈ જઈને કામ કરાવવામાં આવતું હતું.

             સૂત્રો અને જર્મન રીસર્ચરે તપાસમાં એ વાતની જાણકારી મેળવી કે સરકારે અહીંયા લઘુમતિઓમાં દબાણ પૂર્વક જન્મદરને ઓછો કરવા માટે નસબંધી અને ગર્ભપાતનું મોટા પાયા પર અભિયાન ચલાવી રહી છે, અહીંયા સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને નજરબંધ કરી દેવામાં આવે છે. એટલા માટે જ આ વિસ્તારમાં અનેક કેમ્પ બનાવવામાં આવ્ચા છે. ગયા વર્ષે કેમ્પમાં 58 લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ફરીયાદીનાં વકીલ રોડની ડિક્શનનાં જણાવ્યા મુજબ તપાસકર્તાઓએ સૌથ પહેલા નરસંહાર પર તપાસ કરવી જરૂરી છે, કેમકે અહીંયા સરકાર એક આખા સમુદાયનાં અસ્તિત્વને નાબુદ કરી દેવા માટેની સાજીશ રચવામાં આવી રહી છે.

               પૂર્વ તુર્કીસ્તાન એટેલે કે શિનજીયાંગમાં ગયા ત્રણ વર્ષમાં 18 લાખ કરતા વધારે ઉઈગર અને લઘુમતિઓને કેદ કરી લેવામાં આવ્યા છે અથવા તો તે માર્યા ગયા છે. આ વચ્ચે અહીંનો જન્મદર વધવાના ક્રમમાં 84%નો ઘટાડો આવ્યો છે. વકીલ રોડની ડિક્સને કહ્યું છે કે આ કેસ ઘણો મહત્વનો બની રહેશે કે જેમાં ચીનને પહેલી વાર જવાબદારીનો સામનો કરવો પડી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati