ચાલબાઝ ચીનને ગલવાન ઘાટીની પોલ ખુલી જવાની બીક, પોતાના સૈનિકોનાં અંતિમ સંસ્કાર નથી કરવા દઈ રહ્યું ચીન,લોકોને આપી રહ્યું છે ધમકી

ચાલબાઝ ચીનને ગલવાન ઘાટીની પોલ ખુલી જવાની બીક, પોતાના સૈનિકોનાં અંતિમ સંસ્કાર નથી કરવા દઈ રહ્યું ચીન,લોકોને આપી રહ્યું છે ધમકી
http://tv9gujarati.in/chalbaz-chin-pot…rahyu-che-dhamki/

ચાલબાઝ ચીનને ગલવાન ઘાટીમાં તેના મરેલા સૈનિકોનો ડર કહો કે પછી બીક, તે સૈનિકોનાં પરિવારને ધમકાવીને અંતિમ સંસ્કાર પણ નથી કરવા દઈ રહ્યું. મળતી માહિતિ મુજબ ચીનની સરકાર ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોનાં અંતિમ સંસ્કાર કરવા નથી દઈ રહી, એટલું જ નહી ચીનની સરકારે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીનનાં સૈનિકોનાં પરિવારને ધમકી આપીને તેમના અંતિમ […]

Pinak Shukla

|

Jul 14, 2020 | 3:23 PM

ચાલબાઝ ચીનને ગલવાન ઘાટીમાં તેના મરેલા સૈનિકોનો ડર કહો કે પછી બીક, તે સૈનિકોનાં પરિવારને ધમકાવીને અંતિમ સંસ્કાર પણ નથી કરવા દઈ રહ્યું. મળતી માહિતિ મુજબ ચીનની સરકાર ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોનાં અંતિમ સંસ્કાર કરવા નથી દઈ રહી, એટલું જ નહી ચીનની સરકારે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીનનાં સૈનિકોનાં પરિવારને ધમકી આપીને તેમના અંતિમ સંસ્કાર ન કરે તેમજ કોઈ ખાનગી વિધિ પણ ન કરે. ચીનની સરકાર આવું કરીને ગલવાન ઘાટીમાં થયેલી ઘટનાને છુપાવવા માગી રહી છે.

अपने सैनिकों का अंतिम संस्कार नहीं कर रहा चीन, लोगों को दी धमकी

ચીનમાં રહેલા અમેરિકી જાસુસી સૂત્રો દ્વારા આ માહિતિ આપવામાં આવી છે. આ સૂત્રો મુજબ ચીનની સિવિલ અફેર્સ મિનિસ્ટ્રીએ ગલવાન ઘાટીમાં માર્યા ગયેલી ચીની સૈનિકોનાં પરિવારને કહ્યું છે કે તે અંતિમ સંસ્કાર અને પરંપરાનાં ધોરણે કરવામાં આવતા અંતિમ સંસ્કારને ભુલી જાય. મંત્રાલયે આગળ કહ્યું છે કે અગર અંતિમ સંસ્કાર કરવા હોય તો સુમસામ વિસ્તારમાં જઈને કરી શકે છે. અંતિમ સંસ્કાર પુરા કર્યા બાદ કોઈ પણ પ્રકારનો સમારંભ આયોજીત ન કરે. હાલાકી સરકારે કોરોના વાયરસનાં સંક્રમણ ફેલાવાની બીક બતાવીને અંતિમ સંસ્કાર કરવા સામે મનાઈ ફરમાવી દીધી છે. બેજીંગમાં ઉપસ્થિત તાજેતરની સરકાર ઈચ્છે છે કે ગલવાનની ઘાટીમાં બનેલી ઘટનામાં ચીની સૈનિકો વિશે ઓછામાં ઓછી ખબર પડે જેથી કરીને ચીનની કરતૂતની જાણકારી દેશ દુનિયામાં ફેલાઈ જઈ શકે છે અને તેનાથી પીપલ્સ લિબરેશન આર્મીની થૂ-થૂ થઈ શકે છે.

अपने सैनिकों का अंतिम संस्कार नहीं कर रहा चीन, लोगों को दी धमकी

એટલા માટે તે પોતાના જવાનોનાં અંતિમ સંસ્કારને પણ છુપાવી રાખવા માગે છે જો કે સચ્ચાઈ એ છે કે ગલવાન ઘાટીનાં સમાચાર તેજીથી ચીનમાં ફેલાઈ રહ્યા છે. ધ ગાર્જિયને જૂનનાં અંતમાં એક રિપોર્ટ લખી છે જેમાં બતાવ્યું છે કે ભારતીય જવાનોની શહાદત અને તેમના અંતિમ સંસ્કારનાં વિડિયો ચીનનાં લોકો પાસે સોશિયલ મિડિયાનાં માધ્યમથી પહોચી રહ્યા છે. હવે જ્યારે તેઓ ભારતીય સેનિકોનાં અંતિમ સંસ્કાર જુએ છે તો અંદરોઅંદર વાત કરી રહ્યા છે આપણા સૈનિકોનું શું? ચીનનાં માર્યા ગયેલા સૈનિકોને આ પ્રમાણે સન્માન કેમ આપવામાં નથી આવ્યું.

अपने सैनिकों का अंतिम संस्कार नहीं कर रहा चीन, लोगों को दी धमकी

આ મુદ્દા પર ચીનની સરકાર જવાબ આપી રહી છે કે મહામારીનાં કારણે પારંપરિક ધોરણે આ પ્રથા બંધ કરવામાં આવી છે. અમેરિકાનાં વોશિન્ગ્ટન ડીસી સ્થિત ચીની દુતાવાસને આ અંગે પુછવામાં આવ્યું તો ત્યાંથી તત્કાળ તો કોઈ જવાબ ન આવ્યો. જણાવવું રહ્યું કે ચીન પહેલા પણ તેની આવી હરકતોને છીપાવવા માટે પગલા લઈ ચુક્યું છે. વર્ષ 2001માં ચીનનું ફાયટર જેટ અને અમેરિકી જાસુસી વિમાન દક્ષિણિ હૈનાન ટાપુ પર ટકરાયા હતા, ચીને આ આખો મામલો બખુબી રીતે છુપાવી દીધો. આ પહેલા 1999માં બેલગ્રેડમાં ચીની દુતાવાસ પર જ્યારે અમેરિકાએ બોમ્બ ફેક્યા હતા ત્યારે પણ તેણે પોતાના દેશ પર આના સમાચાર ફેલાવા નોહતા દીધા. દુનિયાભરનાં વિશેષજ્ઞ માને છે કે ચીનની આ ચુપકીદી અને શાંતીથી અંતિમ સંસ્કાર માટે કહેવું એ બતાવે છે કે જલદીથી તે અંતિમ સંસ્કાર માટે નવો કાયદા પણ લાવી દેશે. બેજીંગમાં બેઠી સરકાર બિલકુલ નથી ઈચ્છતી કે તેની આવી હરકતોની ખબર કોઈને પડે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati