ટીએમસીના સાંસદોએ ગૃહની ગરિમાનો કર્યો ભંગ, સરકાર લાવશે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

ગુરૂવારે, પેગાસસ જાસૂસી કેસને લઈને રાજ્યસભાની કાર્યવાહીમાં વિપક્ષ દ્વારા અવારનવાર વિક્ષેપ સર્જયો હતો તેના કારણે રાજ્યસભાની કાર્યવાહી ઘણી વખત ખોરવાઈ જવા પામી હતી.

ટીએમસીના સાંસદોએ ગૃહની ગરિમાનો કર્યો ભંગ, સરકાર લાવશે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ
કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 8:07 PM

સંસદની કાર્યવાહી દરમિયાન, કેન્દ્રના આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ વિરૂધ્ધ ગેરવર્તન કરનારા તૃણમુલ કોંગ્રેસના સાંસદો સામે સરકાર વિશેષાધિકાર ભંગનો (privilage motion) પ્રસ્તાવ લાવશે. સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, પેગાસસ મુદ્દે રાજ્યસભામાં આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ નિવેદન કરી રહ્યાં હતા તે સમયે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શાંતનુ સેને તેમના હાથમાંથી કાગળ છીનવી લીધા હતા. અને તેના ટુકડા કરીને ઉપસભાપતિ સમક્ષ ફેક્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. ગુરૂવારે, પેગાસસ જાસૂસી કેસને લઈને રાજ્યસભાની કાર્યવાહીમાં વિપક્ષ દ્વારા અવારનવાર વિક્ષેપ સર્જયો હતો તેના કારણે રાજ્યસભાની કાર્યવાહી ઘણી વખત ખોરવાઈ જવા પામી હતી.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

 માર્શલોએ દખલ કરવી પડી સૂત્રોના હવાલેથી બહાર પાડવામાં આવેલા અહેવાલમાં સમાચાર સંસ્થાએ જણાવ્યુ છે કે ગુરુવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ પેગાસસ જાસૂસી કેસ અંગે પોતાનું નિવેદન કરી રહ્યાં હતા. તે દરમિયાન ટીએમસીના સાંસદ શાંતનુ સેન ગુપ્તાએ તેમના હાથમાંથી કાગળ છીનવી લીધો.

કહેવાય છે કે આ ઘટના બાદ શાંતનુ સેન સાથે અન્ય કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી સાથે પણ ભારે દલીલ થઈ હતી. ભાજપ અને ટીએમસી સાંસદો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. તેના કારણે આખરે રાજ્યસભાની આજ ગુરૂવારના દિવસની કાર્યવાહી મુલતવી રાખવી પડી હતી. સમાચાર સંસ્થાએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે ગૃહમાં ફરજ બજાવતા માર્શલોએ ભાજપ અને ટીએમસીના સાંસદો વચ્ચેની બોલાચાલીને રોકવા માટે દરમિયાનગીરી કરવી પડી હતી.

આ પણ વાંચોઃ કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો નથી મવાલી છે, વિદેશ રાજ્ય પ્રધાન મિનાક્ષી લેખીએ કર્યો આક્ષેપ

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં આકાશી આફત! રત્નાગીરી-રાયગઢ સહીતના વિસ્તારો ભારે વરસાદને પગલે થયાં જળમગ્ન, CM ઠાકરેએ બોલાવી તાત્કાલિક મીટીંગ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">