ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે વિશેષ ઉજવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાંસદોને આદેશ

ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે વિશેષ ઉજવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાંસદોને આદેશ

પીએમ મોદીએ સાંસદોને લોક સંપર્ક જાળવી રાખવાનો એક મંત્ર આપ્યો છે. ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી છે. બેઠકમાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવવા માટે વડાપ્રધાને સાંસદોને આદેશ કર્યો છે. 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિલોમીટરની પદયાત્રા કાઢે. જેના માટે 150 લોકોનું ગ્રુપ બનાવવું અને […]

TV9 Webdesk12

|

Jul 09, 2019 | 1:02 PM

પીએમ મોદીએ સાંસદોને લોક સંપર્ક જાળવી રાખવાનો એક મંત્ર આપ્યો છે. ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સલાહ આપી છે. બેઠકમાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવવા માટે વડાપ્રધાને સાંસદોને આદેશ કર્યો છે. 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર સુધી સાંસદ પોતાના વિસ્તારોમાં 150 કિલોમીટરની પદયાત્રા કાઢે. જેના માટે 150 લોકોનું ગ્રુપ બનાવવું અને તેમને સાથે લઈને બુથ કવર કરવાના રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ સસ્તા ભાવે એસી વેચશે સરકારી કંપની, આખા ભારતમાં ગ્રાહકોને મળશે લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પદયાત્રાઓના માધ્યમથી ગાંધીજીના વિચારો, શિક્ષાઓનો પ્રચાર કરશે અને વૃક્ષારોપણ કરશે. અને સાથે સાથે ભાજપનો પણ વિસ્તાર થશે. સાથે જ વડાપ્રધાન મોદીએ રાજ્યસભા સાંસદોને વિસ્તાર ફાળવ્યો. દરેક વિસ્તારમાં 15થી 20 ટીમ હશે. રોજ 15 કિલોમીટર પદયાત્રા કરશે. સાંસદ ગાંધીજી, સ્વતંત્રતા સંગ્રામ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરશે. પદયાત્રા દ્વારા ગાંધીજીના આદર્શોનો ફેલાવો કરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે દિલ્હીમાં આજે ભાજપની સંસદીય દળની બેઠક મળી. જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, સાંસદ પ્રહલાદ જોશી સહિત બીજા સાંસદો અને નેતાઓ સંસદ પરિસરમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. આ પહેલા બીજી જુલાઈએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બન્ને ગૃહોના અંદાજે 380 સાંસદોના કામ માટેનો એજન્ડા નક્કી કર્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati