રાજનીતિના ચાણક્ય એવા અમિત શાહના ગૃહરાજ્યમાં તેમની જ રણનીતિથી જીતી શકાશે પેટાચૂંટણી? શું છે ભાજપનું માઈક્રો પ્લાનિંગ?

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ખાલી પડેલી 6 વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાનને હવે માત્ર 4 દિવસ જ બાકી છે. ત્યારે અત્યાર સુધી જે રણનીતિથી ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે એ જ રણનીતિ પેટાચૂંટણીમાં લાગુ કરવામાં આવી છે અને એ છે પેજ પ્રમુખ. પ્રદેશ ભાજપ દ્વારા આ પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા દરેક વિધાનસભા બેઠકો પર […]

રાજનીતિના ચાણક્ય એવા અમિત શાહના ગૃહરાજ્યમાં તેમની જ રણનીતિથી જીતી શકાશે પેટાચૂંટણી? શું છે ભાજપનું માઈક્રો પ્લાનિંગ?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 17, 2019 | 5:27 AM

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ખાલી પડેલી 6 વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાનને હવે માત્ર 4 દિવસ જ બાકી છે. ત્યારે અત્યાર સુધી જે રણનીતિથી ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જીતતા આવ્યા છે એ જ રણનીતિ પેટાચૂંટણીમાં લાગુ કરવામાં આવી છે અને એ છે પેજ પ્રમુખ. પ્રદેશ ભાજપ દ્વારા આ પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા દરેક વિધાનસભા બેઠકો પર પેજ પ્રમુખને 4 દિવસનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.

તમામ બેઠકો પર ભાજપ દ્વારા પેજ પ્રમુખના સંમેલન યોજાઈ રહ્યા છે. પેજ પ્રમુખ ભાજપની એ વ્યવસ્થા છે, જેમાં ચૂંટણી કમિશનની જેમ ભાજપ પાસે પણ પોતાના વિસ્તારના મતદારોની યાદી હોય છે એ યાદીને આધારે વિસ્તાર, સોસાયટી દીઠ કુલ કેટલા મતદારો છે એ અલગ તારવી લેવામાં આવે છે અને તેમને મતદાન કરવા માટે બુથ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેના કારણે વધુમાં વધુ મતદારો મતદાન બૂથ સુધી જાય છે અને આ રીતે ભાજપને વધુમાં વધુ વોટ મળે છે. પેજ પ્રમુખના મહત્વ વિશે સમજાવતા અમરાઈવાડી વિધાનસભા બેઠકના પ્રભારી અને કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે આવનારા કાર્યકર્તાઓને પ્રેરણા આપી શકાય તે પ્રકારે અમરાઈવાડી વિધાનસભાનું પરિણામ જોઈએ છે. એટલા માટે જ જીણું જીણું કાંતવું છે.

એટલા માટે જ અહીંયા પેજ પ્રમુખને બોલાવ્યા છે. આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ નીચે તૈયાર થયેલા કાર્યકર્તા છીએ. એટલે જ આપણાથી એક પણ ચૂક ન થવી જોઈએ. આ ચૂંટણી જીતવા બધા જ કલા કૌશલ્યનો ઉપયોગ આપણો કાર્યકર્તા કરે એટલા માટે તમારી સામે સપ્તપદી યોજના તમારી સામે મુકવી છે.

દેશની રાજનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે સાબિત કરી દીધું છે કે પેજ પ્રમુખની રણનીતિથી જો ચૂંટણી લડવામાં આવે તો તેમાં 100 ટકા પરિણામ મળે છે. તે જ કારણોથી હવે ભાજપ પોતાની તમામ ચૂંટણીઓમાં પેજ પ્રમુખોને મહત્વની જવાબદારી આપે છે. તેમાં પણ ખાસ કરીને ચૂંટણીના છેલ્લા એક અઠવાડિયામાં પેજ પ્રમુખોની જવાબદારી ખુબ મહત્વની હોય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

40 મતદારો પર એક પેજ પ્રમુખ મુકવામાં આવે છે, જેનો સીધો સંપર્ક તે પેજ પ્રમુખે કરવાનો હોય છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ ભાજપ પોતાના આ પેજ પ્રમુખોની ફોજ મેદાને ઉતારે છે અને છેલ્લા એક અઠવાડિયામાં જ દરેક બૂથમાં તમામ મતદારો સુધી આ પેજ પ્રમુખો જનસંપર્ક કરી તેમને મતદાન મથક સુધી લઈ જવા સુધીની કામગીરી કરે છે. મતદાર યાદીમાં પહેલા એક પાનામાં 40 થી 48 મતદાર હતા, જે અત્યારે 30 છે.

જો વિધાનસભા પ્રમાણે વાત કરવામાં આવે તો અમરાઈવાડી વિધાનસભા બેઠક પર 253 બૂથના 2 હજાર પેજ પ્રમુખો છે. એટલે કે ભાજપે આ બેઠકના 80 હજાર મતદારોની સીધી જવાબદારી તેમના પેજ પ્રમુખને સોંપી દીધી છે. જ્યારે રાધનપુરમાં 300 જેટલા બુથ પર 2500 પેજ પ્રમુખ છે. તેવી જ રીતે થરાદમાં 237 બુથના 2,100 પેજપ્રમુખ છે. ત્યારે ખેરાલુમાં 225 બુથ પર 2200 પેજ પ્રમુખ, બાયડમાં 2,000 જેટલા પેજ પ્રમુખ તથા લુણાવાડામાં 1,800 જેટલા પેજપ્રમુખ છે.

ચૂંટણીના છેલ્લા દિવસોમાં આ પેજ પ્રમુખો રોજ તમામ મતદારોની મુલાકાત કરે છે. તેમના ઘરે જઈ ભાજપનું પ્રચાર સાહિત્ય આપે છે. સરકારે અને પક્ષે કરેલા મહત્વના કામની સિદ્ધિઓ જણાવે છે. અંતે તે મતદારને મતદાન દિવસે બુથ સુધી પોંહચાડે છે. પ્રદેશ ભાજપ પણ ચૂંટણીના છેલ્લા દિવસોમાં પેજ પ્રમુખની કામગીરીનો રોજે રોજનો રિપોર્ટ મેળવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્યાં બૂથમાં ક્યુ પેજ નબળું છે તે અંગે પણ માહિતી મેળવવામાં આવે છે અને તે માહિતીના આધારે વિધાનસભા અને પ્રદેશના નેતાઓએ કેવી રીતે પેજ મુજબૂત કરવું તે અંગે રણનીતિ ઘડી કામે લાગી જાય છે. પેટાચૂંટણીમાં પણ તમામ 6 વિધાનસભાઓ પર આ પ્રકારે પેજ પ્રમુખોને કામગીરી સોંપી દેવામાં આવી છે. પેટા ચૂંટણીમાં મતદારોમાં ખુબ ઉત્સાહ જોવા મળતો નથી, ત્યારે મતદારોમાં ઉત્સાહ જાગવા અને મતદાન ટકાવારી વધારવા માટેની જવાબદારી પણ આ પેજ પ્રમુખોને આપવામાં આવી છે.

મહત્વનું છે કે 6 વિધાનસભા પૈકી ભાજપ માટે રાધનપુર,બાયડ અને લુણાવાડા બેઠક એ થોડી અઘરી માનવામાં આવે છે. પરંતુ હવે જે રીતે પેજ પ્રમુખોને ચૂંટણી મેદાનમાં ઉતારી જવાબદારી સોંપવામાં આવી છે, તેને જોતા હવે ભાજપ નેતા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દાવો કરી રહ્યા છે કે તમામ વિધાનસભાની બેઠકો પર ભાજપનું કમળ ખીલશે.

વર્ષ 2017ની વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં આ 6 બેઠક પૈકી ભાજપ પાસે માત્ર 3 બેઠકો હતી. ત્યારે હવે પેજ પ્રમુખ રણનીતિના આધારે ભાજપ ના માત્ર 6 માંથી 6 બેઠક જીતવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ આ બેઠકો પર વધુ લીડ માટે પણ અસ્વસ્થ છે. જો કે રણનીતિ કેટલી કારગત નીવડશે એ તો પરિણામ ના દિવસે જ ખ્યાલ આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">