CAIT: 8 કરોડ ઉદ્યોગપતિ બગાડશે 5 રાજ્યમાં દરેક પાર્ટીઓનું ચૂંટણી ગણિત? જાણો શું આપી ધમકી

આવતા કેટલાક મહિનાઓમાં 5 રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે. રાજ્યોમાં વોટબેંકના રૂપમાં વેપારી વર્ગ કોઈ પણ પક્ષની જીત ઉભી કરી શકે છે. પરંતુ CAITનો આ નિર્ણય રાજકીય રીતે તમામ પક્ષો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

CAIT: 8 કરોડ ઉદ્યોગપતિ બગાડશે 5 રાજ્યમાં દરેક પાર્ટીઓનું ચૂંટણી ગણિત? જાણો શું આપી ધમકી
દેશવ્યાપી આંદોલનની જાહેરાત
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 01, 2021 | 1:28 PM

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ હવે 26 ફેબ્રુઆરીના ભારતના વેપાર બંધ બાદ જીએસટી (GST) અને ઇ-કોમર્સના (e-commerce) મુદ્દાઓ પર 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. તે દેશના તમામ રાજ્યોમાં એક વિશાળ આક્રમક રાષ્ટ્રીય અભિયાન તરીકે ચલાવવામાં આવશે.

CAITએ કહ્યું છે કે આ બંને મુદ્દાઓ સીધા દેશના 8 કરોડ વેપારીઓને અનુલક્ષીને છે. જ્યાં સુધી આ બંને મુદ્દાઓનું તાર્કિક સમાધાન નહીં આવે ત્યાં સુધી વેપારીઓનું આ આંદોલન આખા દેશમાં ચાલુ રહેશે. હાલમાં દેશભરના વેપારીઓ જીએસટીની જોગવાઈઓ અને ઇ-કોમર્સમાં વિદેશી કંપનીઓની સતત વધી રહેલી મનમાનીથી ત્રાસી ગયા છે. એટલે હવે તેઓ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા મજબુર કરશે અથવા વ્યવસાય બંધ કરવા મજબુર બનશે.

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી ભારતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 275 થી વધુ અગ્રણી નેતાઓ સાથે આ મુદ્દાઓની ચર્ચા કરી હતી. ત્યારે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો કે આ બંને મુદ્દાઓ પર, કેન્દ્ર સરકાર તરફથી સીધા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. અને દેશના તમામ રાજ્ય સરકારો તેમની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેટે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારોએ પોતાના હિતો અને નીતિઓના કારણે જીએસટીના ખૂબ જ સરળ કાયદાને વિકૃત કરવામાં કોઈ કસર છોડી નથી. તેથી, આ મુદ્દાઓ પર દેશના તમામ રાજ્યોને ઘેરી લેવા એક વ્યાપક અને આક્રમક અભિયાન શરૂ કરવામાં આવશે.

કેટે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને વિનંતી કરી છે કે, તેઓ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોવાથી, તેમણે પણ જીએસટીના વિકૃત સ્વરૂપ વિશે કેટ સાથે તાત્કાલિક વાતચીત શરૂ કરવી જોઈએ. બીજી તરફ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કરેલા ઇ-કોમર્સ મુદ્દે પ્રયાસોની પ્રશંસા કરી.

કેટે તેમને વિનંતી કરી છે કે વિદેશી ઈકોમર્સ કંપનીઓ ખુલ્લેઆમ સરકારના નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેને રોકવા માટે નવી પ્રેસ નોટ બહાર પાડવી જોઈએ, એફડીઆઇ નીતિની પ્રેસ નોટ 2 ની ખામીઓ દૂર કરવી જોઈએ. અને ઇ-કોમર્સ નીતિને પણ અંતિમ સ્વરૂપ આપીને બહાર પાડવું જોઈએ.

આવતા કેટલાક મહિનાઓમાં 5 રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે. તમામ રાજ્યોમાં વોટબેંકના રૂપમાં વેપારી વર્ગ તેમની સંખ્યાના બળ પર કોઈ પણ પક્ષની જીત ઉભી કરી શકે છે. કેટનો આ નિર્ણય રાજકીય રીતે તમામ પક્ષો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવા સમયમાં વેપારીઓની આ નારાજગી કોઈપણ માટે મોંઘી સાબિત થઈ શકે છે.

જીએસટી અને ઇ-કોમર્સને લઈને રાષ્ટ્રીય આંદોલનના આગલા તબક્કામાં, 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દેશભરના વ્યવસાયિક સંગઠનો ‘આંદોલન માસ’ તરીકે ઉજવશે. આ અંતર્ગત દેશના 40 હજારથી વધુ વેપારી સંગઠનો આ મુદ્દે જીએસટી અને ઇ-કોમર્સ તમામ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાણામંત્રી, મુખ્ય સચિવ (નાણાં), જીએસટી કમિશનર અને મુખ્ય પ્રધાનના નામના નિવેદન તમામ જિલ્લાના કલેક્ટર્સને આપવામાં આવશે. આ સાથે તેઓ તમામ રાષ્ટ્રીય પક્ષો અને રાજ્ય કક્ષાના પક્ષોના પ્રમુખને તેમનું નિવેદન પણ આપશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">