પેટાચૂંટણી 2019ઃ લુણાવાડા બેઠક પર જીત મેળવવી સરળ નથી…જાણો શું છે આ બેઠકના રાજકીય પાસા

પેટાચૂંટણી 2019ઃ લુણાવાડા બેઠક પર જીત મેળવવી સરળ નથી...જાણો શું છે આ બેઠકના રાજકીય પાસા

લુણાવાડા વિધાનસભા બેઠક પર પણ બાયડની જેમ ત્રિપંખીય જંગ સર્જાયો છે. જો કે અહીં સવર્ણ સમાજ તથા ઓબીસી સમાજના મત હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોય છે. 6 બેઠક જ્યાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ માટે સૌથી કપરા ચઢાણવાળી બેઠક એટલે લુણાવાડા. જ્યાં એક તરફ આ બેઠક પર ભાજપ માટે અતિશય મહેનત કરી રહ્યું છે. ત્યાં […]

Kinjal Mishra

| Edited By: Kunjan Shukal

Oct 17, 2019 | 6:54 AM

લુણાવાડા વિધાનસભા બેઠક પર પણ બાયડની જેમ ત્રિપંખીય જંગ સર્જાયો છે. જો કે અહીં સવર્ણ સમાજ તથા ઓબીસી સમાજના મત હંમેશા નિર્ણાયક ભૂમિકામાં હોય છે. 6 બેઠક જ્યાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપ માટે સૌથી કપરા ચઢાણવાળી બેઠક એટલે લુણાવાડા. જ્યાં એક તરફ આ બેઠક પર ભાજપ માટે અતિશય મહેનત કરી રહ્યું છે. ત્યાં બીજી તરફ કોંગ્રેસ તથા એનસીપી બંને પક્ષના ઉમેદવારો ભાજપને હંફાવી શકે તેવી તેવી પરિસ્થિતિમાં છે. આદિવાસી વિસ્તાર એવા આ પંથકમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ જોવા મળે તો, નવાઈ નહીં.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીમાં અમરાઈવાડી બેઠક પર પોસ્ટર-વૉરથી કોને થશે ફાયદો અને કોના માટે ઉભી થશે મુશ્કેલી?

લુણાવાડા બેઠક એક એવી બેઠક છે. જ્યાં પક્ષ કરતા તેમનો સ્થાનિક નેતા મહત્વ પૂર્ણ હોય છે અને એ જ કારણ છે કે, 2017માં રતનસિંહ અપક્ષ ઉમેદવાર હોવા છતાં જીત્યા હતા અને આ બેઠક પર પક્ષ અને વિપક્ષ બન્નેનો પરાજ્ય થયો હતો. જે બાદ રતનસિંહે ભાજપને ટેકો જાહેર કર્યો અને લોકસભામાં પંચમહાલ બેઠક પરથી ચૂંટણી લડ્યા. જેમાં પણ જીત મેળવવામાં સફળતા મળી. જો કે રતનસિંહની જીત થતા લુણાવાડા બેઠક ખાલી પડી. જેમાં

શરૂઆતથી ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી પટેલનું ઉમેદવાર તરીકે નામ પ્રબળતાથી ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને આ બેઠક પરથી જીગ્નેશ સેવકને ટિકિટ આપવામાં આવી. જેના કારણે ચૂંટણીની શરૂઆતથી જ બેઠક પર ભાજપમાં અંદરો-અંદર જ ખેંચતાણ ચાલી રહી છે. અને એટલે જ વડોદરાના અને મંત્રી એવા યોગેશ પટેલને તાત્કાલિક મહારાષ્ટ્ર છોડી અહીં બોલાવાયા. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ અને NCP ઉમેદવાર ભરત પટેલ પણ જાતિગત સમીકરણના આધારે મહત્વના રોલમાં છે.

લુણાવાડા વિધાનસભા બેઠકની છેલ્લી 3 ચૂંટણીના પરિણામ

2007 માલીવાડ કાળુભાઈ – 41062 (ભાજપ) હીરાભાઈ પટેલ – 41146 (કોંગ્રેસ)

2012 હીરાભાઈ પટેલ – 72814 (કોંગ્રેસ) માલીવાડ કાળુભાઈ – 69113 (ભાજપ)

2017 રતનસિંહ રાઠોડ – 55098 (અપક્ષ) મનોજ પટેલ – 51898 (ભાજપ) પરંજયદિત્યસિંહ પરમાર – 47093 (કોંગ્રેસ)

મતદારોની વિગત

મતદાન મથક – 357 મતદાન સ્થળ – 278 પુરૂષ – 138023 સ્ત્રી – 131091 અન્ય – 3 કુલ – 269117

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્ઞાતિના સમીકરણો (અંદાજીત)

જનરલ – 10,4219 મુસ્લીમ – 21,314 અનુસુચિત જાતિ – 20,288 અનુસુચિત જનજાતિ – 21,265 ઓ.બી.સી – 10,2020

મહિસાગર જિલ્લાની રચના 15મી ઓગસ્ટ 2013ના રોજ થઈ હતી. મહિસાગર, પાનમ, ભાદર, શેઢી, સૂકી, ચિબોટા જેવી નદીઓની સાથે-સાથે ભાદર, કડાણા ડેમ અને કડાણા તેમજ સુઝલામ-સુફલામ મુખ્ય તેમજ માઇનોર કેનાલો આવેલી છે. પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી. સાથે ભરપુર પાણીની વ્યવસ્થા હોવા છતાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે રાહ જોવાની વારી આવી ચડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઉપરાંત ખેતીલક્ષી ઇન્ડ્રસ્ટ્રીઝના અભાવે તેમજ સ્થાનિક રોજગારીના અભાવે સમસ્યા પણ સર્જાઈ રહી છે. અહીંના સ્થાનિક ખેડૂતોની સામે આવનારો ધારાસભ્ય જોવે તેમ સ્થાનિક ધરતીપુત્રો ઈચ્છી રહ્યાં છે. તો આ બેઠક પર ક્યારેક કોંગ્રેસ..તો ક્યારેક ભાજપ તો ક્યારેક અપક્ષ ઉમેદવારનો પણ દબદબો રહ્યો છે. જેના કારણે આ વખતની જંગ રસાકસીવાળી બની છે. અને આ બેઠકના પરિણામ પર સૌની નજર છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati