Gujarat vidhansabha : રૂ. 4.97માં નાસ્તો મળે ? ગુજરાત સરકાર આપે છે, જાણો

Gujarat vidhansabha ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના હેઠળ પિરસાતા ભોજનની કિંમત વિદ્યાર્થી દીઠ રૂપિયા 4.97થી લઈને 7.45 છે. સરકારે ગયા વર્ષે મધ્યાહન ભોજન યોજના હેઠળ અપાતા ભોજન માટે વિદ્યાર્થી દીઠ 49 થી 74 પૈસાનો જ વધારો આપ્યો છે.

Bipin Prajapati

|

Mar 15, 2021 | 1:11 PM

Gujarat vidhansabha ગુજરાતમાં ઘોરણ 1થી 8 સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન આપવામાં આવે છે. પરંતુ આ ભોજન માટે વિદ્યાર્થીઓ પાછળ સરકાર માત્ર પોણા આઠ કે તેનાથી પણ ઓછા રૂપિયાનો જ ખર્ચ કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના લેખિત ઉત્તરમાં સરકારે જણાવ્યુ છે કે, ગુજરાતમાં ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી સરેરાશ પ્રત્યેક વિદ્યાર્થી પાછળ મધ્યાહન ભોજન માટે 4.97નો ખર્ચ કરે છેે. જ્યારે, ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરેરાશ એક વિદ્યાર્થી દિઠ સરકાર 7.45 રૂપિયાનો ખર્ચ મઘ્યાહન ભોજન યોજના હેઠળ ખાદ્યસામગ્રી આપવા કરે છે.

ગુજરાત સરકારે ગયા વર્ષે 2020ના મે મહિનાના મધ્યાહન ભોજન યોજના હેઠળ અપાતા ખાદ્યસામગ્રીના ભાવમાં આંશિક વઘારો કરી આપ્યો છે. ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અપાતા ભોજન માટે  વિદ્યાર્થી દિઠ માત્ર 49 પૈસા, જી હા માત્ર 49 પૈસા જ વધાર્યા છે. તો ધોરણ 6થી8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી વિદ્યાર્થી દિઠ સરકારે માત્ર 74 પૈસાનો જ વધારો કર્યો છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati