કંગના મુંબઈ આવે તે પહેલા પહોંચ્યા બુલડોઝર, BMCની ટીમે કંગનાની ઓફિસ તોડી, કંગનાએ ટ્વીટ કરીને કહ્યુ, ઓફિસ મારા માટે રામ મંદિર

કંગના મુંબઈ આવે તે પહેલા પહોંચ્યા બુલડોઝર, BMCની ટીમે કંગનાની ઓફિસ તોડી, કંગનાએ ટ્વીટ કરીને કહ્યુ, ઓફિસ મારા માટે રામ મંદિર
: https://tv9gujarati.in/bmc-team-reaches…e-with-bulldozer/ ‎

કંગના રનૌત ચંદીગઢથી મુંબઈ આવવા માટે રવાના થઈ ચૂકી છે. કંગના ચંદીગઢથી ફ્લાઈટથી મુંબઈ આવશે. કંગનાએ મુંબઈની તુલના પીઓકે સાથે કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો. કંગના મુંબઈ આવશે એટલે શિવસેના સહિત અન્ય પાર્ટીઓ કંગનાનો વિરોધ કરશે.

આ સમગ્ર વિવાદ દરમિયાન BMCએ કંગનાની મુંબઈ સ્થિત ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ અંગે 24 કલાકની અંદર બીજી નોટિસ ફટકારી હતી. BMCએ તેની ઓફિસ પહોંચી કંગનાનું મુંબઈ સ્થિત ઓફિસનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું .

કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી.કંગનાએ અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે આ બિલ્ડિંગ નથી, રામ મંદિર છે, આજે અહીંયા બાબર આવી ગયા છે.

કંગનાએ BMCનું સખત વલણની તસવીર શેર કરી

કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું, મારા દુશ્મનો ફરી ને ફરી એ વાત સાબિત કરે છે કે હું ખોટી નથી. ફરી વાર શા માટે મારું મુંબઈ PoK બની ગયું.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati