સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરીથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ભાજપે કહ્યું કે કાર્યવાહી કરીશું

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરીથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન, ભાજપે કહ્યું કે કાર્યવાહી કરીશું

ભોપાલથી ચૂંટણીમાં ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટીકિટ આપી હતી અને તેઓ ચૂંટણી પણ જીત્યા હતા. તેઓ વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહેતાં હોય છે અને આ વખતે ફરીથી તેમને એક નિવેદન આપ્યું છે જેના લીધે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ […]

TV9 WebDesk8

|

Nov 27, 2019 | 4:31 PM

ભોપાલથી ચૂંટણીમાં ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટીકિટ આપી હતી અને તેઓ ચૂંટણી પણ જીત્યા હતા. તેઓ વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહેતાં હોય છે અને આ વખતે ફરીથી તેમને એક નિવેદન આપ્યું છે જેના લીધે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :    મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્ચા અને તે પણ લોકસભાની કાર્યવાહીમાં જેના લીધે વિવાદ વકરી રહ્યો છે. એસપીજી સંશોધન બિલ પર કાર્યવાહી સંસદમાં ચાલી રહી છે અને ડીએમકેના સાંસદ એ રાજા પોતાની વાત રાખી રહ્યાં હતા. તેઓએ પોતાની વાતમાં નથુરામ ગોડસેનો ઉલ્લેખ કર્યો અને પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે દેશભક્તોનું નામ તમે નહીં લો. બાદમાં લોકસભા સદનમાં ગરમાગરમી થઈ ગયી હતી અને આ શબ્દને સંસદની કાર્યવાહીમાંથી હટાવવા માટે સ્પીકરે આદેશ આપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ પ્રજ્ઞા ઠાકુરે ગાંધીજીના હત્યારા ગોડસેને દેશભક્ત તરીકે ખપાવવનો પ્રયત્ન કર્યો હતો. ભાજપે આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે આ બાપુનું જ અપમાન નથી પણ આ ભાજપનું પણ અપમાન છે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે પાર્ટી આ બાબતે પહેલાં પણ તેમને નોટિસ પાઠવી ચૂકી છે. ફરીથી આ નિવેદન તેઓએ આપ્યું છે જેના લીધે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ કહ્યું કે આ ભાજપ પાર્ટીનું પણ અપમાન છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati