પલટવાર : ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યો સોનિયા ગાંધીને પત્ર, કહ્યું કોરોના મહામારીમાં કોંગ્રેસનું વલણ યાદ રાખશે જનતા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને કોરોના પર કોંગ્રેસના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

પલટવાર :  ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યો સોનિયા ગાંધીને પત્ર, કહ્યું કોરોના મહામારીમાં કોંગ્રેસનું વલણ યાદ રાખશે જનતા
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યો સોનિયા ગાંધીને પત્ર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP Nadda એ કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને કોરોના પર કોંગ્રેસના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેરમાં લોકો કોરોનાથી ઝડપી સંક્રમિત થઈ રહ્યા છે. તેવા સમયે તેના પર રાજકારણ પણ ખેલાઈ રહ્યું છે. જેમાં સોમવારે સોનિયા ગાંધીએ બોલાવાયેલી કોંગ્રેસ વર્કિંગ કમીટીની બેઠક બાદ આજે ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડાએ પત્ર લખીને સોનિયા ગાંધીને રાજકારણ ન કરવાની સલાહ આપી છે.

JP Nadda  એ કોંગ્રેસ પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું કે હાલના સંકટમાં કોંગ્રેસના વર્તનથી હું દુ:ખી છું, પરંતુ આશ્ચર્ય નથી. તેમણે પત્રમાં લખ્યું છે કે આપની જ પાર્ટીના કેટલાક લોકોએ વાસ્તવમાં લોકોને મદદ કરવાની પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે, પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની નકારાત્મકતાને કારણે તેમની મહેનત વ્યર્થ થઈ જાય છે.

JP Nadda  એ વધુમાં ઉમેર્યું કે, ભારત જ્યારે કોરોનાની ભયાનક બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે શું કોંગ્રેસના ટોચના નેતાઓ આ સમયે લોકોને જાહેર માહિતી આપવા પર પ્રતિબંધ મૂકશે જેનાથી અવિચારી ગભરાટ ફેલાશે. જે.પી.નડ્ડાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં અમે ગરીબો અને પછાત લોકોને સહાય માટે મફત રસીની જાહેરાત કરી છે.

JP Nadda એ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યું છે કે શું કોંગ્રેસ તેમના રાજ્યોમાં આવા લોકોને મદદ કરવા મફત રસીની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે સોનિયા ગાંધીએ પાર્ટી વર્કિંગ કમિટીની બેઠકમાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા.