ગુજરાત ભાજપ માટે સાપે છંછુદર ગળ્યા જેવી સ્થિતિ, આયાતી ઉમેદવારો સામે કાર્યકરો-નેતામાં સખત નારાજગી

ગુજરાત ભાજપ માટે સાપે છંછુદર ગળ્યા જેવી સ્થિતિ, આયાતી ઉમેદવારો સામે કાર્યકરો-નેતામાં સખત નારાજગી

કોંગ્રસમાંથી રાજીનામા આપનારા આઠ પૈકી પાંચ ધારાસભ્યોને, પક્ષમાં ભેળવીને પેટાચૂંટણી માટે ટિકીટ આપવી ભાજપને ભારે પડે તેવી સ્થિતિ છે. પેટા ચૂંટણી માટે ભાજપે નિમેલા નિરીક્ષકો સમક્ષ, ભાજપના પાયાના કાર્યકરોથી માંડીને સ્થાનિક નેતાઓએ, આયાતી (મૂળ ભાજપના ના હોય તેવા ) કાર્યકરને ટિકીટ આપવા સામે નારાજગી દર્શાવી છે. ભાજપના મોવડીઓ અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ઝાલામાંથી કોઈ બોધપાઠ […]

Bipin Prajapati

|

Jul 06, 2020 | 9:47 AM

કોંગ્રસમાંથી રાજીનામા આપનારા આઠ પૈકી પાંચ ધારાસભ્યોને, પક્ષમાં ભેળવીને પેટાચૂંટણી માટે ટિકીટ આપવી ભાજપને ભારે પડે તેવી સ્થિતિ છે. પેટા ચૂંટણી માટે ભાજપે નિમેલા નિરીક્ષકો સમક્ષ, ભાજપના પાયાના કાર્યકરોથી માંડીને સ્થાનિક નેતાઓએ, આયાતી (મૂળ ભાજપના ના હોય તેવા ) કાર્યકરને ટિકીટ આપવા સામે નારાજગી દર્શાવી છે. ભાજપના મોવડીઓ અલ્પેશ ઠાકોર અને ઘવલસિંહ ઝાલામાંથી કોઈ બોધપાઠ શિખ્યા હોય તેવુ લાગતુ નથી.

પેટાચૂંટણી માટે બેઠક દિઠ નિમાયેલા નિરીક્ષકો સમક્ષ આઠે આઠ બેઠકના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પક્ષની બહારના વ્યક્તિને ટીકીટ આપવા માટે લાલબતી ધરી છે. ગુજરાત વિધાનસભાની અબડાસા, લિંબડી, ગઢડા, મોરબી, ધારી, કરજણ, ડાંગ અને કપરડા બેઠક પરથી રાજીનામાં આપનારા કોંગ્રેસના ધારાસભ્યૌ પૈકી, સોમાભાઈ પટેલ, પ્રવિણ મારુ અને મંગળ ગાવિત ભાજપમાં જોડાયા નથી. બાકીના પ્રદ્યુમનસિંહ, બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ. જે.વી. કાકડીયા, ભાજપમાં જોડાઈ ગયા છે. પેટાચૂંટણી માટે આ પાંચેયને ટિકીટ આપવા માટે ભાજપનુ મોવડી મંડળ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. ભાજપના મોવડી મંડળ સામે કાર્યકર્તાની નારાજગી ગંભીર સમસ્યા સર્જે તેવી સ્થિતિ છે.

કોંગ્રેસની સામે લડતા આવેલા કાર્યકર્તાઓ, રાતોરાત કોંગ્રેસમાથી ભાજપમાં આવેલાઓને માથે બેસાડીને મતવિસ્તારમાં ફેરવવા તૈયાર નથી. મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બ્રિજેશ મેરજાનો, કરજણમાં સતીષ પટેલે અક્ષય પટેલનો વિરોધ કર્યો છે. તો ગઢડામાં અત્મારામ પરમાર સ્થાનિક નહી હોવાથી કાર્યકર્તાઓએ આત્મારામ પરમારને બદલે ગઢડા મતવિસ્તારમાં જ વર્ષોથી રહેતા હોય તેવા કાર્યકર કે નેતાને ટિકીટ આપવા જણાવ્યું છે. ઠેર ઠેર કાર્યકર્તાઓની નારાજગીને ધ્યાને લેતા પેટાચૂટણીમા કોંગ્રેસમાથી ભાજપમાં આવેલાઓને ટિકીટ આપવી ભાજપ માટે બહુ મુશ્કેલી સાબિત થવાની છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati