તેંદુલકર,અક્ષય અને વિરાટના ટવીટની તપાસ મુદ્દે ભાજપનો પલટવાર, કહ્યું મહારાષ્ટ્રમાં હવે દેશભક્તિ ગુનો બની ગયો

મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ દેશભકિતને લઇને આમને સામને આવી ગયા છે. તેમજ ભાજપે કહ્યું છે મહારાષ્ટ્રમાં હવે દેશભક્તિ ગુનો બની ગયો છે.

તેંદુલકર,અક્ષય અને વિરાટના ટવીટની તપાસ મુદ્દે ભાજપનો પલટવાર, કહ્યું મહારાષ્ટ્રમાં હવે દેશભક્તિ ગુનો બની ગયો

દેશમા સતત ચાલી રહેલા ખેડૂત આંદોલન અને ખેડૂતોના સમર્થનમાં કેટલાંક વિદેશી સેલીબ્રિટીઓએ કરેલી ટવીટ અને તેની બાદ ભારતીય સેલેબ્રિટીઓએ   દેશના સમર્થનમાં કરેલી ટવીટ બાદ રાજ્કારણ ગરમાયું છે. જેમાં Maharastra  સરકાર અને ભાજપ દેશભકિતને લઇને આમને સામને આવી ગયા છે. તેમજ ભાજપે કહ્યું છે મહારાષ્ટ્રમાં હવે દેશભક્તિનો ગુનો બની ગયો છે.

દેશમાં છેલ્લા બે મહિનાઓથી ખેડુતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. આ દરમ્યાન કેટલીક અગ્રણી ભારતીય હસ્તીઓએ દેશના સમર્થનમાં ખેડૂત આંદોલન અંગે ટ્વીટ કરી હતી. જેમના પર દબાણ ઉભું કરવા માટે Maharastra પોલીસના ગુપ્તચર વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. જેના પગલે  નારાજ થઈને ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર  સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

જેમાં અમેરિકન ગાયક રિહાન્ના અને સામાજિક કાર્યકર ગ્રેટા થાનબર્ગએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટવીટ કરી હતી. જેની બાદ  ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, ગાયક લતા મંગેશકર, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા અક્ષય કુમાર જેવા પ્રખ્યાત ભારતીય હસ્તીઓએ પણ દેશના સમર્થનમાં ટવીટ કરી હતી. જેની બાદ મહારાષ્ટ્ર સરકારે આ તમામ લોકોના ટવીટરની તપાસ કરવાની જાહેરાત કરી  છે.સોમવારે  મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે ગુપ્તચર એજન્સીઓ તપાસ કરશે કે શું ભાજપના દબાણ હેઠળ ક્રિકેટરો અને ફિલ્મ સ્ટાર્સ ટ્વીટ  કરે છે કેમ ?

જેના પગલે  કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે  આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં હવે દેશભક્તિનો ગુનો બની ગયો છે. તેમણે ટવીટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હવે દેશભકિત ગુનો બની ગયો છે.ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર, ગાયક લતા મંગેશકર, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા અક્ષય કુમાર જેવા પ્રખ્યાત ભારતીય હસ્તીઓની મહારાષ્ટ્ર સરકાર તપાસ કરશે. આ છે એફડીઆઇ- ફોરેન ડિસ્ટરકટીવ આઇડોલોજીનો પ્રભાવ

Click on your DTH Provider to Add TV9 Gujarati