ભાજપને દેશ અને સંવિધાનની કોઈ ચિંતા નથી: કપિલ સિબ્બલ
કપિલ સિબ્બલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પણ આમ જ કર્યું હતું. આ દેશના ‘ચાણક્ય’ને દાદ આપવી પડે. જોઈએ ચાણક્ય હવે શું કરે છે. આમ આડકતરી રીતે ભાજપના મુખ્ય નેતાઓ પર પણ કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો હતો. Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત […]
કપિલ સિબ્બલે મહારાષ્ટ્રની રાજનીતિને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ કહ્યું કે ભાજપે કર્ણાટકમાં પણ આમ જ કર્યું હતું. આ દેશના ‘ચાણક્ય’ને દાદ આપવી પડે. જોઈએ ચાણક્ય હવે શું કરે છે. આમ આડકતરી રીતે ભાજપના મુખ્ય નેતાઓ પર પણ કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અમે ક્યારેય શિવસેના સાથે CM પદનો વાયદો કર્યો નહોતો: દેવેન્દ્ર ફડણવીસ
કપિલ સિબ્બલે રાજ્યપાલને પણ ઘેર્યા હતા અને કહ્યું કે રાજ્યપાલે શા માટે ના પૂછ્યું કે સમગ્ર એનસીપી તમારી સાથે છે કે નહીં? આ સિવાય કપિલ સિબ્બલે કહ્યું કે ભાજપને સંવિધાન અને દેશની કોઈ ચિંતા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કપિલ સિબ્બલે કહ્યું કે ગઠબંધનની સંમતિથી સીએમ ઉદ્ધવ ઠાકરે બનશે. સરકાર બનાવવાને લઈને સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ રાજ્યપાલને મળશે. રાજ્યપાલ પર સવાલ ઉભો કરીને કપિલ સિબ્બલે કહ્યું કે ક્યાં આધાર પર રાજ્યપાલે શપથ લેવડાવ્યા હતા. આમ કપિલ સિબ્બલે જાહેરાત કરી દીધી છે કે કોણ મહારાષ્ટ્રમાં સીએમ બનવા જઈ રહ્યાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]