ભાજપે સાંસદો માટે જાહેર કર્યો થ્રી લાઈન વ્હિપ, આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાઈ શકે છે OBC અનામત બિલ

ભાજપે સાંસદો માટે જાહેર કર્યો થ્રી લાઈન વ્હિપ, આવતીકાલે રાજ્યસભામાં રજૂ કરાઈ શકે છે OBC અનામત બિલ
parliament ( file photo )

સંસદના ચોમાસુ સત્રનુ (Monsoon session 2021) આ છેલ્લુ સપ્તાહ છે. સોમવારે સંસદમાં વિપક્ષે પેગાસસ મુદ્દે મચાવેલા હંગામા વચ્ચે ટ્રિબ્યુનલ સુધારા બિલને (Tribunal Reform Bill) મંજૂરી અપાઈ હતી.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Aug 09, 2021 | 7:06 PM

સંસદના ચોમાસુ સત્રમાં સરકાર દ્વારા ઘણા બિલ પસાર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ રાજ્યસભામાંથી ઘણા બિલ પસાર કરવાના બાકી છે. દરમિયાન, ભાજપે આજે સોમવારે રાજ્યસભામાં ભાજપના તમામ સાંસદો માટે ત્રણ લાઇનનો વ્હીપ જાહેર કર્યો છે. જેમાં પાર્ટીએ તેના રાજ્યસભાના સાંસદોને 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. આ સાથે, ભાજપે તેના લોકસભાના સાંસદોને પણ આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હીપ પણ જાહેર કર્યો છે.

આ માટે ભાજપે ત્રણ લાઇનનો વ્હીપ બહાર પાડીને તેના સાંસદોને રાજ્યસભામાં ગૃહમાં હાજર રહેવા અને સરકાર દ્વારા લવાનારા બીલને ટેકો આપવાની સૂચના આપી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે સરકાર દ્વારા આવતીકાલ મંગળવાર અને પરમદિવસે બુધવારે ઓબીસી અનામત બિલ અથવા અન્ય કોઇ મહત્વનું બિલ સંસદમાં રજૂ કરી શકે છે. જો કે એનડીએને સંસદની સભ્ય સંખ્યામાં મોટો ફાયદો છે, પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા લવાનારા બીલ મુદ્દે પ્રતીકાત્મક વિરોધ કે સુધારાઓ સુચવી શકે છે. આવી સ્થિતિમાં ભાજપે પોતાના સાંસદો માટે વ્હીપ જારી કરીને તેમને સમયસર સંસદમાં આવવા કહ્યું છે.

ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ 2021 રાજ્યસભામાં પસાર થયું સોમવારે સંસદમાં વિપક્ષે પેગાસસ મુદ્દે હોબાળો ચાલુ રાખ્યો હતો. વિપક્ષના હોબાળા વચ્ચે ટ્રિબ્યુનલ સુધારા બિલને (Tribunal Reform Bill) મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યસભાએ આજે ​​તેને મંજૂરી આપી હતી, જ્યારે લોકસભામાં આ બીલ ગત 3 ઓગસ્ટના રોજ પસાર કરાયુ હતુ. આ બીલમાં અપીલ ટ્રિબ્યુનલોને નાબૂદ કરવાની જોગવાઈ છે. તેમાં ફિલ્મ સર્ટિફિકેશન અપીલ ટ્રિબ્યુનલ (FCAT) નો પણ સમાવેશ થાય છે.

ચોમાસુ સત્રમાં વિપક્ષનો સતત હોબાળો  સંસદના ચોમાસુ સત્રનુ આ છેલ્લુ સપ્તાહ છે. જો કે, પેગાસસ અને કૃષિ કાયદા પર ચર્ચાની માંગ સાથે વિપક્ષ દ્વારા સતત અવરોધ ઉભા કરાયો હતો. બંને ગૃહોની કાર્યવાહીને ચાલવાવા સામે વિપક્ષના વિરોધની અસર થવા પામી હતી. જ્યારે કોંગ્રેસે સ્પષ્ટપણે કહ્યું છે કે વિપક્ષ તેની માંગથી પાછી નહીં હટે, બીજી બાજુ, કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી) ને ઓળખવા માટે રાજ્યોને સત્તા આપવા માટે એક મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું છે. આવતીકાલ મંગળવારે ફરી એક વખત ભાજપની સંસદીય દળની બેઠક મળશે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Maharashtra: રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના દર્દીઓમાં થયો વધારો, 45 કેસ નોંધાયા, 7 જિલ્લામાં હાઈ એલર્ટ

આ પણ વાંચોઃ Independence Day: લાલ કિલ્લા પરથી સાંભળી શકો છો તમારો અવાજ, રાષ્ટ્રગીત ગાઈને વીડિયો વેબસાઈટ પર અપલોડ કરોઃ સાંસ્કૃતિક પ્રધાન જી કિશન રેડ્ડી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati