Bhavnagar મ્યુ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, વિકાસના વચનોની લ્હાણી

ભાવનગર મહાનગર પાલિકામાં ભાજપના શાસનમાં કરેલા વિકાસકાર્યો દર્શાવી અને બાકી રહી ગયેલા કાર્યો માટે કટિબદ્ધતા દેખાડી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કર્યું હતું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 18, 2021 | 11:57 AM

Bhavnagar મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રજાને આંબા આંબલી દેખાડતા કાર્યો કરવા માટે પ્રતિબદ્ધતા દેખાડી શિક્ષણ મંત્રીએ સંકલ્પ પત્ર બહાર પાડ્યું હતું. ભાવનગર મહાનગર પાલિકામાં ભાજપના શાસનમાં કરેલા વિકાસકાર્યો દર્શાવી અને બાકી રહી ગયેલા કાર્યો માટે કટિબદ્ધતા દેખાડી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કર્યું હતું.

સંકલ્પપત્ર ભાજપના શાસનમાં નહીં થયેલા કાર્યો કરવા માટે સંકલ્પ કર્યો હતા, જેમાં ઇન્દોર જેવા શહેરને રોલ મોડેલ તરીકે સ્વીકારી સ્વચ્છતા જાળવવા ટ્રાફિક નિયમન અને પાર્કિંગ, નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાયરસેફ્ટી, બગીચા પાર્ક માટે મિશન પ્રકૃતિપ્રેમ, કિવક રિસ્પોન્સ સેલ માટેના કાર્યો માટે સંકલ્પો કર્યા હતા. જ્યારે રોડના અધૂરા કામો બિલ્ડીંગ રોશની તેને આવાસ યોજના અને ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શાસક પક્ષ પર લીઝ પટ્ટામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે ત્યારે તેનું સરળીકરણ અને ઉત્તર કૃષ્ણનગર તેમજ કુંભારવાડા વિસ્તારમાં ચાલતા ગૃહ ઉદ્યોગો પર શાસકોએ કોમર્શિયલ ટેક્સ લાદી ગરીબ માણસની કમર તોડી નાખી છે ત્યારે અવારનવાર રજૂઆતો અને માગણી છતાં વેરામાં રાહત નહિ આપેલી તો તે આગામી દિવસોમાં રાહત આપવા માટે પ્રતિબદ્ધતા દેખાડી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">