બિહારમાં ગમે ત્યારે પલટાઈ શકે છે બાજી, 166 બેઠકો પર મતોનું અંતર 5000થી પણ ઓછુ

બિહારમાં ગમે ત્યારે પલટાઈ શકે છે બાજી, 166 બેઠકો પર મતોનું અંતર 5000થી પણ ઓછુ

બિહારમાં સવારે 8 વાગ્યાથી શરું થયેલી મતોની ગણતરી સતત ચાલું છે. મતગણનાના રુજાનમાં નીતિશ કુમાર ફરી સત્તામાં પાછા આવે  તેવું લાગી રહ્યું છે. પરંતુ આ માત્ર રુજાન છે. આપને જણાવી દઇએ કે મતગણના શરું થઇ હતી તે સમયે મહાગઠબંધનને મોટી લીડ મળી હતી. પરંતુ થોડા સમયમાં જ સ્થિતી બદલાઇ ગઇ. આપને જણાવી દઇએ કે  ટ્વીસ્ટ […]

Niyati Trivedi

| Edited By: Pinak Shukla

Nov 10, 2020 | 3:28 PM

બિહારમાં સવારે 8 વાગ્યાથી શરું થયેલી મતોની ગણતરી સતત ચાલું છે. મતગણનાના રુજાનમાં નીતિશ કુમાર ફરી સત્તામાં પાછા આવે  તેવું લાગી રહ્યું છે. પરંતુ આ માત્ર રુજાન છે. આપને જણાવી દઇએ કે મતગણના શરું થઇ હતી તે સમયે મહાગઠબંધનને મોટી લીડ મળી હતી. પરંતુ થોડા સમયમાં જ સ્થિતી બદલાઇ ગઇ. આપને જણાવી દઇએ કે  ટ્વીસ્ટ હજી પણ જોવા મળી શકે છે.

આ બેઠકો બદલી શકે છે સમીકરણો 

1 વાગ્યા સુધીના આંકડા મુજબ 166 બેઠકો પર મતોનું અંતર 5000થી પણ ઓછું હતું. જો કે 123 બેઠકો પર મતોનું અંતર 3000થી પણ ઓછું છે. 80 બેઠકો પર આ આંકડો 2000થી પણ ઓછો છે. 49 બેઠકો પર મતોનું અંતર 1000થી પણ ઓછું છે. 500મતોથી પણ ઓછા મતોના અંતર વાળી 20 સીટ છે. જ્યારે 7 બેઠકો એવી છે કે જ્યાં મતોનું અંતર 200થી પણ ઓછું છે. આ બેઠકો ગમે ત્યારે રુજાન બદલી શકે છે.

બિહારમાં ગમે ત્યારે પલટાય શકે છે બાજી, 166 બેઠકો પર મતોનું અંતર 5000થી પણ ઓછું

આ વખતે મોડા આવી શકે છે ચૂંટણીના પરિણામો

ચૂંટણીપંચના સૂત્રોના પ્રમાણે  આ વખતે રુજાન અને પરિણામો આવવામાં મોડું થઇ શકે છે. કારણકે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મતદાન કેન્દ્રોની સંખ્યા આ વખતે 72,723 થી વધીને 1,06,515 કરવામાં આવી હતી. , કોરોના મહામારીને ધ્યાને રાખતા અને સોશિયલ ડિસટન્સના નિયમોના પાલનને સુનિશ્ચિત કરાવવા માટે મતદાન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી  હતી.

NDAને રુજાનોમાં સ્પષ્ટ બહુમત 

બિહારની 243 વિધાનસભા સીટોના શરુઆતના રુજાનોમાં NDAમાં સરકારી બનતી જોવા મળી રહી છે. જાણકારી મુજબ NDA 123 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે મહાગઠબંધન 109 બેઠકો પર આગળ ચાલી રહી છે. બીજેપી રાજ્યની સૌથી મોટી બનીને ઉભરી છે. બીજેપી અત્યારે  73 બેઠકો પર આગળ ચાલી રહી છે. જયારે આરજેડી બીજી મોટી પાર્ટી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati