ભરૂચમાં રૂપિયા 25 લાખ સાથે બેની ધરપકડ, કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા પર શંકાની સોંય

ભરૂચમાં રૂપિયા 25 લાખ સાથે બેની ધરપકડ, કરજણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા પર શંકાની સોંય

રાજ્યમાં પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભરૂચ પોલીસે રૂપિયા 25 લાખની માતબર રોકડ રકમ સાથે બે લોકોને ઝડપી લીધા છે. પોલીસે એક કારમાં તપાસ કરતા બે લોકો સાથે આ રોકડ રકમ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ રકમ સુરતના જયંતી સુહાગિયાએ મોકલાવી હતી. અને તે કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવાની હતી. રાજ્યમાં […]

Utpal Patel

|

Oct 27, 2020 | 10:11 PM

રાજ્યમાં પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ભરૂચ પોલીસે રૂપિયા 25 લાખની માતબર રોકડ રકમ સાથે બે લોકોને ઝડપી લીધા છે. પોલીસે એક કારમાં તપાસ કરતા બે લોકો સાથે આ રોકડ રકમ મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ રકમ સુરતના જયંતી સુહાગિયાએ મોકલાવી હતી. અને તે કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવાની હતી. રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા અમલી છે તેવા સમયે મોટી માત્રામાં રોકડ મળતા પોલીસે આ બાબતે આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચને જાણ કરી છે.

જોકે, કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ આ રકમ તેમની હોવાનો ઇનકાર કર્યો છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ પૈસા મોકલનાર વ્યક્તિને ઓળખતા નથી. કિરીટસિંહે જણાવ્યું હતું કે, ભાજપ કરજણમાં હારવાની છે તે નક્કી થઇ જતા ભાજપ આવા ખોટા ગતકડા કરી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati