ભારતને પછાડવા ચીન પડ્યું પાકિસ્તાનનાં આતંકીઓનાં ઘૂંટણિયે, ભારતમાં આતંક ફેલાવવા કરી બેઠક, ભારતને ઘેરવા માટે ચીનની નવી રણનીતિથી સીમા પર બની યુદ્ધ જેવી સ્થિતિ

ભારતને પછાડવા ચીન પડ્યું પાકિસ્તાનનાં આતંકીઓનાં ઘૂંટણિયે, ભારતમાં આતંક ફેલાવવા કરી બેઠક, ભારતને ઘેરવા માટે ચીનની નવી રણનીતિથી સીમા પર બની યુદ્ધ જેવી સ્થિતિ
http://tv9gujarati.in/bharat-ne-pahhad…tniye-padyu-chin/

ભારત અને ચીન વચ્ચે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે સૂ્ત્રોથી મળી રહેલી માહિત મુજબ ભારતતી 48 કલાકના અંતર પર ચીનનાં 12 હજાર સૈનિકોનો ખડકલો થયો છે. ચીને પોતાની બે ડિવિઝન ડિપ્લોય કરી છે. ભારત સરકાર હમણાં ચીનની તમામ ગતિવિધિઓ પર કડક નજર રાખી રહી છે. પીઓકેમાં પણ ચીને આતંકવાદી સંગઠનો સાથે બેઠક કરીને આતંક […]

Pinak Shukla

|

Jul 01, 2020 | 1:07 PM

ભારત અને ચીન વચ્ચે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે સૂ્ત્રોથી મળી રહેલી માહિત મુજબ ભારતતી 48 કલાકના અંતર પર ચીનનાં 12 હજાર સૈનિકોનો ખડકલો થયો છે. ચીને પોતાની બે ડિવિઝન ડિપ્લોય કરી છે. ભારત સરકાર હમણાં ચીનની તમામ ગતિવિધિઓ પર કડક નજર રાખી રહી છે. પીઓકેમાં પણ ચીને આતંકવાદી સંગઠનો સાથે બેઠક કરીને આતંક ફેલાવવા માટે તૈયારીઓ શરૂ કરી હોવાની માહિતિ મળી રહી છે તો લદ્દાખની પાકિસ્તાન પાસેની સીમા પર પોતાની સીમા ખડકી છે. સ્કાર્દૂ બેઝ પર પણ ચીને પોતાના ફાયટર ઉતાર્યા હોવાની માહિતિ મળી રહી છે.  ભારતની સામે ઘેરાબંધી કરવા માટે ચીન અને પાકિસ્તાન કોઈ સંયુક્ત કાવતરૂ કરી રહ્યા હોય તેમ લાગે છે. પોકિસ્તાની મદદ માટે ચીન અને ચીનની મદદ માટે પીઓકેને તાસક પર ધરનારા પાકિસ્તાનનાં આતંકવાદીઓ પાસે ચીને મદદ માગી છે. જાણકારો કહે છે કે ભારતની એરફોર્સ પાસે આ તમામ માહિતિ છે અને તે ટાર્ગેટ લેવા માટે તૈયાર છે.          

ભારત-ચીનની સીમા પાસે પૈગોંગ ત્સો ઝીલ વિસ્તારમાં ચીનનાં સૈનિકોએ પોતાના દેશના નક્શો બનાવ્યો છે, સાથે જ તેમણે ચીની ભાષામાં જમીન પર ચીન પણ લખી દીધું છે. સેટેલાઈટ વિસ્તારોમાં ચીની સૈનિકોની આ હરકત સેટેલાઈટમાં દેખાઈ રહી છે. પ્લેનેટ લેબ્સની સેટેલાઈટ પિક્ચરમાં દેખાઈ રહ્યું છે કે મન્દારિન ભાષામાં ચીન નામ લખવામાં આવ્યું છે કેમ કે ચીનના મોટાપાયે લોકો મન્દારિન ભાષા વાપરે છે.

આ તસવીરો 26 જૂનનાં રોજ સેટેલાઈટથી ક્લીક કરવામાં આવી છે. એક તરફ ચીન ભારત સાથે સ્થિતિ સામાન્ય કરવાની અપીલ કરી રહ્યું છે ત્યારે તેના દ્વારા કરવામાં આવી રહેલી આ હરકત સવાલો ઉભા કરી રહી છે. થોડા સમય પહેલા સીમાનાં વિવાદને લઈ સૈન્ય અધિકારીઓએ બેઠક કરી હતી કે જેમાં તણાવ ખતમ કરવા માટેની વાત કરી હતી પરંતુ ચીનનાં સૈનિકો તેમની હરકતોથી બહાર નથી આવી રહ્યા.

જણાવવું રહ્યું કે ભારતે ચીનની 59 મોબાઈલ એપ્લિકેશનને દેશમાં બંધ કરી દીધા બાદ ચાઈનાનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારત સાથે વેપાર યુદ્ધની ધમકી ઉચ્ચારી દીધી છે. 26 જૂનનાં રોજ સેટેલાઈટથી ખેચવામાં આવેલી તસવીરની તુલનામાં હવે 12 જૂનનાં રોજ ખેચવામાં આવેલી તસવીરોમાં જાણવામાં આવ્યું છે કે સીમા પાસે બીજી અનેક નવી રચનાઓ જોવામાં આવી છે.

હાઈ-રિઝોલ્યુશનની તસવીરોનું વિશ્લેષણ કરવામાં આવે તો ખબર પડે કે ચીને પાછલા વીતેલા મહિનામાં સીમા પાસે ચીને અનેક ટેન્ટ ઉભા કરી દીધા છે અને યંત્ર પણ જમા કરી દીધા છે સાથે જ ચીનની ગાડીઓ પણ જોવા મળી છે.

એટલે કે સીમા પર તણાવ ઘટાડવાનું નામ લઈને ચીન માત્ર ભારતને જ સમજાવી રહ્યું છે અને જ્યારે વાત પોતાના પર આવે છે ત્યારે તેનું પાલન નથી કરી રહ્યું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati