ભારતમાં ચીની સામાનનાં બહિષ્કાર વચ્ચે બોખલાયેલા ચીનની ભારતને પોકળ ધમકી, કહ્યું ચીન સાથે દોસ્તી તોડવી ભારે પડશે, અમેરિકા સાથે ગયા તો પરિણામ સારૂ નહી આવે

કોરોનાની મહામારી વચ્ચે પણ ચીન પોતાની અવળચંડાઈ નથી છોડી રહ્યું. ભારતમાં ધીરે ધીરે વેગવંતા બની રહેલા ચીની પ્રોડક્ટનાં બહિષ્કારની વાત હોય કે પછી ખુદ ચીનનો વિરોધ હોય, આ બધાથી બોખલાયેલા ચીને હવામાં બાચકા ભરવાની શરૂઆત કરી છે. પોતાના ઘર કરતા પારકા ઘરમાં ડોકીયા કરતા રહેવાની ડ્રેગનની જુની આદત છે. ચીનને દુ:ખે છે પેટ અને કુટે […]

ભારતમાં ચીની સામાનનાં બહિષ્કાર વચ્ચે બોખલાયેલા ચીનની ભારતને પોકળ ધમકી, કહ્યું ચીન સાથે દોસ્તી તોડવી ભારે પડશે, અમેરિકા સાથે ગયા તો પરિણામ સારૂ નહી આવે
http://tv9gujarati.in/bharat-na-pm-mod…odvi-pdase-bhare/
Follow Us:
| Updated on: Jun 12, 2020 | 7:42 AM

કોરોનાની મહામારી વચ્ચે પણ ચીન પોતાની અવળચંડાઈ નથી છોડી રહ્યું. ભારતમાં ધીરે ધીરે વેગવંતા બની રહેલા ચીની પ્રોડક્ટનાં બહિષ્કારની વાત હોય કે પછી ખુદ ચીનનો વિરોધ હોય, આ બધાથી બોખલાયેલા ચીને હવામાં બાચકા ભરવાની શરૂઆત કરી છે. પોતાના ઘર કરતા પારકા ઘરમાં ડોકીયા કરતા રહેવાની ડ્રેગનની જુની આદત છે. ચીનને દુ:ખે છે પેટ અને કુટે છે માથુ જેવો ઘાટ છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતને ધમકી આપી છે.. ચીની મીડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાથી દૂર રહેવાની ધમકી આપી છે… સાથે જ ચીની મીડિયાએ એમ પણ કહ્યું કે, ભારતને ચીન સાથેની દોસ્તી તોડવી ખૂબ મોંઘી પડશે.. ગ્લોબલ ટાઈમ્સે ભારતને ચેતવણી આપતા કહ્યું કે,ભારત ચીનનો વિરોધ કરવા અમેરિકા સાથે જશે તો તેનું પરિણામ સારૂ નહી આવે.

ચીનનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી છે અને કહ્યું છે કે તે અમેરિકાથી દુર રહે, આ દોસ્તીનું પરિણામ સારૂ નહી આવે. ભારત ચીનનો વિરોધ કરવા માટે અમેરિકા સાથે ગયું તો ચીન પણ પોતાના હિતની રક્ષા કરવાથી નહી અચકાય પછી એ રાજકિય હશે કે આર્થિક. ચીન પર વધી રહેલા દબાણો વચ્ચે તેનું માનસિક સંમતોલન ગુમાવી રહ્યું છે ત્યારે ચીનનાં સામાચાર પત્રએ પોતાના એડીટોરીયલમાં લખ્યું છે કે અમુક હદ સુધી સીમા પર તણાવ ઓછો થવાના કારણે બંને દેશો વચ્ચે ભવિષ્યમાં આર્થિક અને ધંધાકિય આદાન પ્રદાન કરવા માટેનો રસ્તો ખુલશે જે બંને દેશોના હિતમાં જ છે. અગર તણાવ આ રીતે જ બનેલો રહેશે તો તે આગળ જતા સંઘર્ષમાં બદલાશે તો ભારત-ચીન માટે આગળ વધવા કઈ નહી બચે કેમ કે હાલમાં ભારતમાં ચીન વિરોધી ભાવનાઓ વધવા લાગી છે.

ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરની જમીની રાજનીતિ જટીલ બની છે. ચીન અને અમેરિકા વચ્ચે શીત યુધ્ધની સ્થિતિ બનેલી છે તે વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક નવી ભાગીદારીનું એલાન થયું છે. ભારત રાજકિય દબાણ અને લાલચનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત એક સાથે લઈને ચાલવાની નીતિનું પાલન કરે છે કે પછી અમેરિકાનાં નૈતૃત્વ વાળા ગઠબંધનનું પાલન કરે છે. અગર મોદી સરકાર ચીનને પોતાનું દોસ્ત બનાવવા માટે નક્કી કરે છે તો ચીન અને ભારત વચ્ચેનાં આર્થિક સંબંધ નિશ્ચિત પણે આગળ વધશે, પરંતુ અગર ભારત ચીનને નબળુ બનાવવા માટે અમેરિકા સાથે ગયું તો પછી ચીન પણ પોતાના હિતોની રક્ષા માટે ખચકાશે નહી. ભારત માટે ચીનની દોસ્તી ખોવાની કિંમત વધારે મોટી હશે. ગલોબલ ટાઈમ્સે સુફિયાણી સલાહ આપતા ભારતને જણાવ્યું છે કે તે કોરોના વાયરસ અને તીડનાં હુમલા પર ધ્યાન કેન્દ્રિત કરે, ભારત લોકડાઉન પછી પણ કોરોના વાયરસને કાબુમાં નથી લઈ શક્યો. લોકડાઉનથી ભારતની અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એક તરફ ચીન સીમા પર દબાણનો સામનો કરી રહ્યું છે, ભારતમાં ચીની માલસામાન સામે વિરોધ શરૂ થઈ ગયો છે તેને લઈને અકળાઈ ઉઠેલા ચીને હવે હવામાં બાચકા ભરવા માંડ્યા છે. ચીનને દુખી રહ્યું છે પેટ પણ કુટી રહ્યું છે માથું.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">