બોલો, હવે ભાજપનાં બે ધારાસભ્ય કોંગ્રેસ સાથે સંપર્કમાં હોવાનું ખુલતા ભાજપમાં ખળભળાટ, બંનેને સમજાવીને મંત્રી નિવાસસ્થાને રખાયા. આવતીકાલે બંને પક્ષે ક્રોસ વોટીંગનીં ચિંતા વધી

રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનાં કલાકો બચ્યા છે ત્યારે ભાજપ માટે ચિંતા ઉપજાવે તેવા સમાચાર આવ્યા છે. મળતી માહિતિ પ્રમાણે મધ્ય ગુજરાતનાં ભાજપના બે ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ટેક્નોલોજીની મદદથી ભાજપના ધ્યાને આ સમગ્ર હિલચાલ આવતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બંને ધારાસભ્યમે મળવા પહોચી ગયા હતા જ્યાંથી મોડી […]

બોલો, હવે ભાજપનાં બે ધારાસભ્ય કોંગ્રેસ સાથે સંપર્કમાં હોવાનું ખુલતા ભાજપમાં ખળભળાટ, બંનેને સમજાવીને મંત્રી નિવાસસ્થાને રખાયા. આવતીકાલે બંને પક્ષે ક્રોસ વોટીંગનીં ચિંતા વધી
http://tv9gujarati.in/bhajap-na-2-dhar…ma-hovanu-khulyu/
Follow Us:
| Updated on: Jun 18, 2020 | 11:19 AM

રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીનાં કલાકો બચ્યા છે ત્યારે ભાજપ માટે ચિંતા ઉપજાવે તેવા સમાચાર આવ્યા છે. મળતી માહિતિ પ્રમાણે મધ્ય ગુજરાતનાં ભાજપના બે ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ટેક્નોલોજીની મદદથી ભાજપના ધ્યાને આ સમગ્ર હિલચાલ આવતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બંને ધારાસભ્યમે મળવા પહોચી ગયા હતા જ્યાંથી મોડી રાતે તેમની મીટીંગ મુખ્યપ્રધાન સાથે કરાવવામાં આવી હતી. હાલ બંને ધારાસભ્યોને એક મંત્રીના નિવાસ સ્થાને રાખવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની મધ્યસ્થીથી સીએમ રૂપાણી સાથે બેઠક થયા બાદ હવે ભાજપા વર્તુળ બધુ થાળે પડી ગયો હોવાનો દાવો ભલે કરી રહ્યો હોય પરંતુ મહત્વની વાત એ છે કે અગર ભાજપમાંથી ક્રોસ વોટીંગ થાય છે તો તેનાં એક ઉમેદવારની જીત પર સવાલ ઉભો થઈ શકે છે. અત્યાર સુધી માત્ર કોંગ્રેસને જ તેના ઉમેદવારની જીત માટે ચિંતા હતા પરંતુ હવે ભાજપનાં કપાળે પણ ચિંતાની લકીરો ખેચાઈ છે. જોવાનું એ રહેશે કે ભાજપાની સમજાવટ બંને ધારાસભ્યો ધ્યાને રાખે છે કે પછી શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવત જેવો ઘાટ થાય છે તે કાલે જ ખબર પડી જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">