
રાષ્ટ્રીય આક્રોશને જન્મ આપનાર અને ભારે ચકચારી એવા ડોક્ટર ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારે આ અંગે જયા બચ્ચને પોતાની પ્રતિક્રિયા આપી છે. જયા બચ્ચનની પ્રતિક્રિયા એટલા માટે મહત્વની છે કે, અગાઉ તેમણે આ મુદ્દે જ રાજ્યસભામાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જયા બચ્ચને કહ્યું હતું કે, આ પ્રકારના આરોપીને લોકોના હવાલે કરી દેવા જોઈએ. જે બાદ આજે ફરી જયા બચ્ચને પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, દૈર આયે દુરસ્ત આયે…
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હૈદરાબાદ પોલીસે ચારેય નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. વેટરનિટી ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરનારા દાનવોને પોલીસ નેશનલ હાઈવે નંબર 44 પર ક્રાઈમ સીન રિક્રિએટ કરાવવા માટે લઈ ગઈ હતી. ત્યારે દુષ્કર્મીઓ ઘટનાસ્થળેથી ભાગવાની ફિરાકમાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે નેશનલ હાઈવે નંબર 44 પર એન્કાઉન્ટરમાં આરોપીઓને ઠાર કર્યા. મહત્વનું છે કે 27-28 નવેમ્બરની રાત્રિ દરમિયાન મહિલા ડોક્ટર સાથે ઠાર કરાયેલા નરાધમોએ હૈવાનિયતની હદ પારી કરી હતી.