Bengal Elections : કુચબિહાર મામલે મમતા બેનર્જી વિરૂદ્ધ FIR દાખલ, દિલીપ ઘોષ પર 24 કલાકનો પ્રતિબંધ

Bengal Elections : મમતાના નિવેદન બાદ કુચબિહારના સીતલકુચીમાં હિંસા થઇ, ભાજપના દિલીપ ઘોષે પણ ભડકાઉ નિવેદનો આપ્યા.

Bengal Elections : કુચબિહાર મામલે મમતા બેનર્જી વિરૂદ્ધ FIR દાખલ, દિલીપ ઘોષ પર 24 કલાકનો પ્રતિબંધ
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 9:40 PM

Bengal Elections : પશ્વિમ બંગાળ ચૂંટણીમાં કુચબિહાર હિંસા અંગે અને ત્યારબાદ નેતાઓની નિવેદનબાજી સામે ચૂંટણીપંચે લાલ આંખ કરી છે. કુચબિહારમાં ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન હિંસા થઇ હતી જેમાં 4 લોકોનું મૃત્યુ થયા હતા. આ મામલે ભડકાઉ નિવેદનો આપનાર અને સુરક્ષાદળો પર આરોપ લગાવનાર રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ચૂંટણી પંચે નોટીસ ફટકારી હતી અને હવે આ મામલે તેમના પર FIR થઇ છે. તો આ મામલે નિવેદન આપનાર ભાજપ નેતા દિલીપ ઘોષ પર ચૂંટણીપંચે 24 કલાકનો પ્રતિબંધ મુક્યો છે.

મુખ્ય મમતા બેનર્જી પર FIR પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Bengal Elections 2021)ના પાંચમા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચ એક્શન મોડમાં છે. કુચબિહારમાં મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

6 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહારના સીતલકુચીમાં ફાયરિંગમાં ચાર લોકો માર્યા ગયા હતા. એવો આરોપ છે કે મમતા બેનર્જીએ ટોળાને ઉશ્કેર્યા હતા, જેના પગલે સ્થાનિક લોકો અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થયું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર 24 કલાકનો પ્રતિબંધ પશ્ચિમ બંગાળમાં પાંચમા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણીપંચે મોટી કાર્યવાહી કરી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા અને બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ (DILIP GHOSH)ના પ્રચારના 24 કલાક પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ 15 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યાથી 16 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યા સુધી લાગુ રહેશે. દિલીપ ઘોષ પર આદર્શ આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ લગાવી ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે.

કુચબિહારના સીતાલકુચીમાં થયેલી હિંસા અંગે 13 એપ્રિલે દિલીપ ઘોષ દ્વારા ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ અંગે નોટિસ મોકલવામાં આવી હતી. નિવેદનમાં ઘોષે આક્ષેપ કર્યો હતો કે જો કોઈ કાયદો હાથમાં લે તો સીતલકુચી જેવી ઘટના ફરી ઘણી જગ્યાએ બની શકે છે. દિલીપ ઘોષે કહ્યું હતું કે સીતલકુચીમાં શેતાન છોકરાઓ પર ગોળી ચલાવવામાં આવી હતી, જો કોઈ કાયદો હાથમાં લેવાની સંમતિ આપે તો તેની સાથે પણ તેવું થશે.

હવે 4 તબક્કાનું મતદાન બાકી છે West Bengal Bengal Elections 2021 માં આગામી ચાર તબક્કાની ચૂંટણીમાં પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">