પેટાચૂંટણી સિરીઝ-5ઃ બાયડમાં રસાકસી, ખેંચાખેંચી અને ખરેખરી જંગ…શું ધવલસિંહને પક્ષપલટો બનશે ફાયદાકારક?

બાયડ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીય જંગ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ તો એડીચોટીનું જોર લગાવી જ રહ્યું છે. પરંતુ આ બંને પક્ષોને અસર કરી શકે તેવું NCP પણ મેદાનમાં છે. શંકરસિંહ વાઘેલા તથા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના સમર્થક એવા દોલતજી ઝાલા મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારને હંફાઈ શકે તેવી શક્યતા […]

પેટાચૂંટણી સિરીઝ-5ઃ બાયડમાં રસાકસી, ખેંચાખેંચી અને ખરેખરી જંગ...શું ધવલસિંહને પક્ષપલટો બનશે ફાયદાકારક?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 15, 2019 | 12:13 PM

બાયડ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીય જંગ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ તો એડીચોટીનું જોર લગાવી જ રહ્યું છે. પરંતુ આ બંને પક્ષોને અસર કરી શકે તેવું NCP પણ મેદાનમાં છે. શંકરસિંહ વાઘેલા તથા તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના સમર્થક એવા દોલતજી ઝાલા મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારને હંફાઈ શકે તેવી શક્યતા વચ્ચે બાયડ વિધાનસભાની ચૂંટણી રસાકસીયુક્ત બની રહેશે.

આ પણ વાંચોઃ હું ધારૂં તેને આખા દેશમાં ટિકિટ અપાવી શકતો હતો, કૉંગ્રેસમાં ટિકિટની ફાળવણી હું જ કરતો: અલ્પેશ ઠાકોર, VIDEO થયો VIRAL

બાયડ વિધાનસભા બેઠક પર વર્ષ 1995 બાદની તમામ વિધાનસભા ચૂંટણીમાં 3 વખત ભાજપને મહોર માર્યા બાદ સ્થાનિક જનતા કોંગ્રેસ પક્ષને મેન્ડેટ આપતી હોય તેવો ઈતિહાસ જોવા મળ્યો છે. વર્ષ 1995, 1998 તથા 2007માં ભાજપના ધારાસભ્ય વિધાનસભા સુધી પહોંચ્યા છે. જો કે વર્ષ 2012 તથા વર્ષ 2017માં કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં નેતાગીરી કરી છે. જો કે વર્ષ 2012માં ચૂંટાયેલા મેહન્દ્રસિંહ વાઘેલાએ અંગત મહેચ્છાથી કોંગ્રેસને રામરામ કર્યા હતા. વર્ષ 2017માં ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા બંને સભ્યોએ અંગત મહેચ્છાને કારણે પક્ષપલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા હવે મધ્યસ્થ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાજકીય પક્ષો અને ઉમેદવારો જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

છેલ્લી 3 ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો…

2017 ધવલસિંહ ઝાલા – 79,556 (કોંગ્રેસ) અદેસિંહ ચૌહાણ – 71,655 (ભાજપ)

2012 મહેન્દ્રસિંહ વાઘેલા – 73,620 (કોંગ્રેસ) ઉદેસિંહ ઝાલા – 38,322 (ભાજપ)

2007 ઉદેસિંહ ઝાલા – 40,395 (ભાજપ) રામસિંહ સોલંકી – 34,711 (કોંગ્રેસ)

કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલના મત મુજબ પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પક્ષ પલ્ટો કર્યો છે. અને સમાજ તથા વિસ્તારની જનતાની લાગણી સાથે ચેડાં કર્યા છે. જશુ પટેલના મતે લોકો એવો ધારાસભ્ય ઈચ્છી રહ્યાં છે કે, જે પ્રજાના વિસ્તાર પર ખરો ઊતરે તથા લોકોની વ્હારે આવીને ઊભો રહે.

બીજી તરફ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો દાવો છે કે, પ્રજા તેમની સાથે જ છે અને પેટાચૂંટણીમાં પણ પ્રજા તેમને ટેકો આપશે. વર્ષ 2017 દરમિયાન જે ધવલસિંહ ઝાલા પરાણે 7 હજાર જેટલા મતોની લીડથી જીત્યા હતા. તે જ ધવલસિંહ દાવો કરી રહ્યા છે કે, આ ચૂંટણી દરમિયાન પ્રજા તેમને 4 ગણા મતોની સરસાઈથી વિજેતા બનાવશે.

બાયડ વિધાનસભા બેઠક પર આમ તો ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ વધારે રહેલું છે. તેથી આ સમાજ કયા ઉમેદવારને મત આપી અને વિધાનસભા સુધી પહોંચાડે છે તે બાબતે સ્થાનિક નેતાગીરી સહિત રાજ્ય સરકારને અસમંજસ છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના કોંગી અગ્રર્ણીને ટિકિટ આપવામાાં આવી છે. તો બીજી તરફ ભાજપમાંથી ધવલસિંહ ઝાલા ઉમેદવારી કરી રહ્યાં છે કે, જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. આ બંને વચ્ચે NCPના ઉમેદવાર તરીકે દોલતસિંહ ઝાલા પણ મેદાને ઊતર્યા છે. જેમના માટે કહેવાય છે કે, તેઓને કારણે જ આ બેઠક પર રસાકસી જોવા મળી રહી છે. શંકરસિંહ વાઘેલા તથા મહેન્દ્રસિંહ વાઘેલાના અંગત માનવામાં આવતાં દોલતસિંહ ઝાલા પણ ક્ષત્રિય સમાજમાંથી આવતાં હોવાને કારણે રાજકીય ગતિવિધિ વધારે તેજ થઈ ગઈ છે. ભાજપમાં જોવા મળતાં આંતરિક ડખ્ખાં તથા સંગઠનમાં થઈ રહેલા આંતરિક વિવાદનો સીધો ફાયદો NCP તથા કોંગ્રેસ ઉઠાવી શકે તેમ હોવાથી આ બેઠક પર રસાકસી જોવા મળી રહી છે. તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

આ વિસ્તારમાં ચાલુ વર્ષે 60 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે જે રીતે લીલા દુકાળની સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે ખેડૂતોને મોટેપાયે નુક્સાન થયું છે. ખેતીમાં થયેલા નુક્સાન અંગે ખેડૂતો ચિંતામાં સરી પડ્યાં છે. તેવા સંજોગોમાં ચૂંટણી સમયે પ્રચાર કરવા આવતાં તમામ પક્ષના ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર ખેડૂતોની પડખે આવીને ઊભા રહ્યાં નથી. તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. પડખે આવીને ઊભા રહેવાની વાત તો દૂર…પરંતુ ખેડૂતોની સ્થિતિ અંગે જાણવા સુદ્ધા પણ આ કહેવાતાં જનપ્રતિનિધિઓએ તસ્દી લીધી નથી. જેથી ખેડૂતોની નારાજગી તમામ પક્ષો સામે જોવા મળી રહી છે.

તો આ તમામની વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પણ ચૂંટણી વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે.

મતદાન મથક – 316 મતદાન સ્થળ – 253 પુરૂષ – 11,8848 સ્ત્રી – 11,2337 અન્ય – 0 કુલ – 23,1185

કઈ જ્ઞાતિના કેટલા મત ?

ક્ષત્રિય – 12,6299 ચૌધરી – 9,000 કચ્છી કડવા – 2,731 કડવા પાટીદાર – 15,800 લેઉવા પાટીદાર – 15,127 બ્રાહ્મણ – 2600 વાળંદ – 2400 રાવળ – 4500 પ્રજાપતિ – 3000 વણકર – 9000 ચમાર – 2200 મુસ્લીમ – 3600

બાયડ વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણીમાં તમામ મતદાર ઇત્તર કોમ પર રહેલો છે. સ્થાનિક લોકોમાં તો પક્ષ પલટો કરનારા ઉમેદવાર સામે નારાજગી તો છે જ પરંતુ ભાજપમાં પણ આંતરિક વિરોધ એટલા માટે જોવા મળે છે. કેમ કે, વર્ષોથી કામ કરી રહેલા કાર્યકરોને અવગણીને પક્ષ પલ્ટો કરનારા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે. ભાજપને સંગઠનનો ફાયદો મળી શકે તેમ છે. પરંતુ પડકારો ભરેલી આ બેઠક છે બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જે રીતે જોવા મળી છે. અત્યાર સુધી તેના જ કારણે કોંગ્રેસે પોતાની સ્થાનિક નેતાગીરી ગુમાવવાની વારી આવી ચડી છે. ઉપરાંત NCP દ્વારા જે વોટ તોડવામાં આવશે. તેનો ફાયદો ભાજપને મળશે તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે. કેમ કે NCP તથા ભાજપ બંને તરફ ક્ષત્રિય સમાજના ઉમેદવાર છે. ત્યારે રસાકસીવાળી બેઠકના પરિણામશું આવે છે. તેની પર સૌની નજર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">