અમરાઈવાડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પાટીદાર VS પાટીદારનો જંગ…જાણો આ બેઠકનો સંપૂર્ણ ઈતિહાસ

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. નવરાત્રીની સાથે-સાથે ચૂંટણીનો જંગ પણ જામી રહ્યો છે. ત્યારે અમરાઈવાડીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે. ગુરુવારે બંને ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આમ તો આ વિધાનસભાના ઇતિહાસ ખૂબ નાનો છે. વર્ષે 2012થી આ […]

અમરાઈવાડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં પાટીદાર VS પાટીદારનો જંગ...જાણો આ બેઠકનો સંપૂર્ણ ઈતિહાસ
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 04, 2019 | 2:10 PM

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. નવરાત્રીની સાથે-સાથે ચૂંટણીનો જંગ પણ જામી રહ્યો છે. ત્યારે અમરાઈવાડીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે. ગુરુવારે બંને ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આમ તો આ વિધાનસભાના ઇતિહાસ ખૂબ નાનો છે. વર્ષે 2012થી આ વિધાનસભા અસ્તિત્વના આવી છે. આ  પહેલા અમરાઇવાડીનો સમાવેશ મણિનગરમાં થતો હતો. જો કે આ વખતે આ બેઠક પર રોચક જંગ છે. જેના બે કારણો છે પહેલી વખત આ બેઠક પર પાટીદાર vs પાટીદારની લડાઈ છે. ભાજપે ફરી એક વખત આ બેઠક પર પાટીદાર ચહેરા તરીકે જગદીશ પટેલને પ્રાધાન્ય આપ્યું છે. તો કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ચૂંટણીના મેદાનમાં ઊતાર્યા છે.

આ પણ વાંચોઃ લંડનની બેંકમાં હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયા પર કોર્ટનો ચુકાદો…ભારતને મળશે હક, પાકિસ્તાને કર્યો હતો દાવો

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

સૌથી મહત્વની બાબત એ છે કે, વર્ષ 2014ની જેમ આ વખતે પણ ભાજપનો પેચ અમરાઈવાડી બેઠક માટે ફસાયો હતો. જેના કારણે યાદી જાહેર કરવામાં વિલંબ થયો હતો અને ભાજપે બેઠક ચર્ચાતા અનેક નામોનો છેદ ઉડાડીને એક નવા જ નામની જાહેરાત કરી હતી. જો કે ગુજરાતની રાજનિતિમાં જગદીશ પટેલનું નામ નવું નથી. PMના વિશ્વાસુ માનવામાં આવે છે. તો સરકાર અને સંગઠનમાં અનેક જવાબદારી નિભાવી ચક્યા છે. એક ટર્મ કાઉન્સિલર રહી ચૂક્યા છે. સાથે જ મહેસાણા અને ભાવનગરના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

હાલમા તેઓ કેન્દ્ર સરકારની થર્મલ પાવર કમિટીના સદસ્ય છે. જો કે આ નામ રેસમાં ક્યારેય રહ્યું ન હતું. નામની જાહેરાત સાથે જ ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ અમદવાદ શહેર સંગઠનના નેતાઓ વચ્ચે પોતના માણસની ટિકિટ અપાવવા માટે થઈ રહેલી કોલ્ડવૉરનો પણ અંત લાવી દીધો. તો બીજી તરફ કોંગેસ આ બેઠક પર પોતાની સતત હારથી ઉમેદવારની પસંદગી પ્રકિયામાં ફેરફાર કર્યો છે. પાટીદાર ચહેરાને જ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.

ધર્મેન્દ્ર પટેલને કોંગેસના ઉમેદવાર તરીકે જાહેર કરવમાં આવ્યા. જે એક સમયે ભાજપના સમર્થક પણ હતા. ધર્મેન્દ્ર પટેલ મૂળ ઉત્તર ગુજરાતના પટેલ છે. વ્યવસાયે બિલ્ડર અને મિલનસાર સ્વભાવના કારણે અમરાઈવાડીમાં વિરોધીઓની સંખ્યા જૂજ છે. એસપીજીના અમદાવાદ યુનિટના પ્રમુખ રહી ચૂક્યા છે. યુવા, પાટીદાર અને સ્વચ્છ છબી હોવાના કારણે કોંગેસે જીતવા માટે ધર્મેન્દ્ર પટેલના હાથનો સહારો લીધો છે.

જો કે મતદારોની દ્રષ્ટિએ આ બેઠકની વાત કરવામાં આવે તો…આ બેઠક પર પાટીદારો અને હિન્દી ભાષી મતદારોની સંખ્યા સૌથી વધારે છે. વર્ષ 2017ના આંકડા પ્રમાણે 53,000 પાટીદારો તથા  50,425 હિન્દી ભાષી મતદારોની સંખ્યા છે. ભાજપે વર્ષ 2012 અને 2017મા આ આ બેઠક પરથી પાટીદાર ચહેરાને જ પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે કોંગ્રેસ બંને વખતે અલગ-અલગ અખતરા કર્યા હતા. વર્ષ 2012મા કોંગ્રેસે બીપીન ગઢવી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જ્યારે વર્ષ 2017મા અરવિંદસિહ ચૌહાણ એટલે કે, હિન્દી ભાષી ચહેરાને મેદાને ઉતાર્યો હતો. જો કે બંને વખતે કોંગેસે આ બેઠક પર હારનો જ સામનો કરવો પડ્યો છે.

તો આ વખતે કોંગ્રેસે પણ ભાજપની જેમ પાટીદાર ચહેરા પર દાવ ખેલ્યો છે. એટલે પાટીદાર મતનું ધ્રુવીકરણ થાય એ સ્વાભાવિક છે. અને ચૂંટણી વન સાઇટથી અધરી ફાઈટ તરફ જઈ શકે છે. બીજુ કારણ પણ ખૂબ જ રોચક છે. આમ તો રાજનીતિમાં પક્ષ-વિપક્ષના નેતાઓની દુશ્મની માત્ર રાજનીતિક પ્લેટફોકર્મ પર જ હોય છે. બાકી મિત્રતા હોય છે. જો કે આ વખત ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ તથા કોગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સારા મિત્રો તો છે. સાથે જ એક જ રાજકીય “ગોત્ર”ના હોવાનું જાણવા મળ્યું છે. બંને ઉમેદવારો મૂળ ગુજરાત રાજ્યના પૂર્વ CM આનંદીબેન પટેલના જૂથના છે. જો કે જગદીશ પટેલ જનસંધથી ભાજપમાં જોડાયેલા છે.

ધર્મેન્દ્ર પટેલ વર્ષો સુધી ભાજપના સમર્થક રહ્યા હતા અને વર્ષ 2017માં આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું. જે બાદ કોંગ્રેસનો  વિધિવત રીતે  ખેસ ધારણ કર્યો હતો. વર્ષ 2017માં પણ તેમણે કોગેસમાંથી ટિકિટ માગી હતી. જો કે પાર્ટીએ એ વખતે પસંદગીનો કળશ બિપીન ગઢવી પર ઉતાર્યો હતો. જો કે બંને વખતે કોંગેસે હારનો જ સામનો કરવો પડયો હતો. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી રહી રહ્યા હતા. જેમ આ વખતે જગદીશ પટેલ ભાજપના ડાર્ક હોર્સ સાબિત થયા તેમ વર્ષ 2012માં હસમુખ પટેલ ભાજપના ડાર્ક હોર્સ બન્યા હતા.

પ્રથમ વખત હસમુખ પટેલ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા. તેમ છતાં 65,425 વોટથી જીત મેળવી હતી. જો કે 2017મા સરકાર વિરુદ્ધ ચાલી રહેલા પાટીદાર આંદોલનની અસર આ બેઠક પર પણ જોવા મળી અને ભાજપની લીડમાં 15,000 વોટનો ઘટાડો થયો. પરંતુ 49,732 વોટની લીડ સાથે ફરીએક વાર ભાજપને આ બેઠક પર જીત મેળવવામાં સફળતા મળી. અહી એ વાતની પણ નોંધ લેવી જરૂરી છે કે, 2017મા ભાજપે અમદાવાદમાં એમની પરંપરાગત બેઠક ખાડીયા ગુમાવી હતી. સાથે જ પાટીદાર આંદોલનના કારણે રાજ્યમાં અનેક પરંપરાગત બેઠકો પર હારનો સામનો કરવો પડયો હતો. તો અમરાઈવાડી બેઠક પર જીત દ્વારા પાટીદારો હજુ પણ ભાજપ સાથે છે. એ વાતને સ્થાપીત કરવામાં સફળતા મળી હતી. સાથે જ પાટીદાર ચહેરાની આ બેઠક પર સ્વીકૃતિ હોવાની એક છાપ ઉભી થઈ છે. ત્યારે આ બેઠક પર કોંગેસે પણ પાટીદાર ચહેરાને મેદાને ઉતાર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો પેહલી વખત બંને પક્ષોએ કોઈ એક બેઠક પર સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિર્વિવાદી ચહેરાઓને ચૂંટણીના મેદાનમા ઉતાર્યા છે. તો હવે એ વાત જોવાની છે કે, શું ભાજપ આ બેઠક પર હેટ્રિક કરશે કે, કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવશે. જો કે આ ચૂંટણીના પરિણામો પર કોઈ એક પક્ષની જીત અને એક પક્ષની અને એકની હાર થશે એ સ્વાભાવિક છે. પરંતુ જીતનાર પાટીદાર હશે અને આનંદીબેનના ગ્રૂપનો જ હશે એટલે ફરી આ બેઠક માટે આગામી સમય માટે પણ પાટીદાર ચહેરાને પ્રાધાન્ય મળતું રહેશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">