Assam Assembly Election 2021: આસામમાં બપોર સુધીમાં 47 ટકા મતદાન, મતદાન માટે લોકોમાં ઉત્સાહ

આસામમાં આજે યોજાઇ રહેલાં પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમાં 47 ટકા મતદાન નોંધાયું છે. તેમજ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ તેના પગલે બપોર બાદના સમયગાળામાં મતદાનની ગતિ વધશે તેવા સંકેત મળી રહ્યાં છે.

Assam Assembly Election 2021: આસામમાં બપોર સુધીમાં 47 ટકા મતદાન, મતદાન માટે લોકોમાં ઉત્સાહ
આસામમાં પ્રથમ તબક્કામાં બપોર સુધીમાં 47 ટકા મતદાન
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 4:37 PM

Assam Assembly Election 2021:  આસામમાં આજે યોજાઇ રહેલાં પ્રથમ તબક્કાના મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમાં 47 ટકા મતદાન નોંધાયું છે. તેમજ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ તેના પગલે બપોર બાદના સમયગાળામાં મતદાનની ગતિ વધશે તેવા સંકેત મળી રહ્યાં છે.

Assam માં આજે 126 બેઠકોની વિધાનસભાની 47 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 12 જિલ્લાની 47 બેઠકો પર સવારે સાત વાગેથી સાંજે 6 વાગે સુધી મતદાન યોજાશે. Assam વિધાનસભા ચુંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ- યુડીએફ વચ્ચે સીધો મુકાબલો છે. જેમાં 42 બેઠકો રાજ્યના ઉપરના વિસ્તારની અને બાકી પાંચ બેઠકો મધ્ય આસામની નાગાંવ જિલ્લાની છે.

આ દરમ્યાન આજે Assam માં મુખ્યમંત્રી સર્વાનંદ સોનેવાલે કહ્યું હતું કે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ માત્ર મીડિયામાં જોવા મળી રહી છે. જયારે ભાજપ અને સહયોગી દળ જમીન પર નજર આવે છે. તેમણે કહ્યું કે આસામના લોકો ઈચ્છે છે કે સીએએ – એનઆરસી પર તેની કોઇ અસર નહિ થાય. મારો ધ્યેય આસામમાં ફરી એક વાર ભાજપની સરકાર બનાવવાનો છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

પહેલા તબક્કામાં કયા પક્ષ પર નજર  Assam માં પ્રથમ તબક્કામાં જે 47 બેઠકો પર ચુંટણી યોજાઇ રહી છે.  તેમાં ગત વિધાનસભા ચુંટણીમાં ભાજપ ગઠબંધને કોંગ્રેસનો સફાયો કર્યો હતો. વર્ષ 2016માં વિધાનસભા ચુંટણીમાં ભાજપે 27 બેઠકો અને તેના સહયોગી પક્ષ આસામ ગણ પરિષદે 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો. જયારે કોંગ્રેસે 9 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે એઆઇયુડીએફને બે બેઠક અને અન્યને એક બેઠક મળી હતી. જો કે આ વખતનું સમીકરણ તદન બદલાયું છે.

આસામમાં વિપક્ષો એકજુથ થઈને ચૂંટણી મેદાનમાં

આ વખતે આસામમાં વિપક્ષો એકજુથ થઈને ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને એઆઈયુડીએફ મળીને ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભાજપે એજેપી સાથે ચૂંટણી લડી રહ્યું છે. પ્રથમ તબક્કામાં સીએએ સામે લોકોનો મહત્તમ ગુસ્સો છે. ત્યારબાદ ચા મજૂરોની દૈનિક વેતન મુખ્ય ચૂંટણીનો મુદ્દો બની છે. આવી સ્થિતિમાં ભાજપ સમક્ષ પડકાર એ છે કે તેના જૂના પરિણામોનું પુનરાવર્તન કરી શકે છે કે પછી કોંગ્રેસ ગઢબંધન એન્ટી ઇન્કમ્બસી લહેરમાં તેનો રાજકીય ફાયદો ઉઠાવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">