Assam-West Bengal Election 2021 Phase-1 Voting : પ્રથમ ચરણ માટે વોટીંગ શરૂ, PM MODIએ રકોર્ડ મત નાખવા કરી અપીલ

Assam-West Bengal Election 2021 Phase-1 Voting LIVE: પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી જંગનું પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ અને TMC 29 બેઠક પર લડી રહ્યાં છે

| Updated on: Mar 27, 2021 | 8:16 AM

Assam-West Bengal Election 2021 Phase-1 Voting : પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણી જંગનું પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળની 30 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ અને TMC 29 બેઠક પર લડી રહ્યાં છે ચૂંટણી.

બંગાળમાં પ્રથમ તબક્કામાં શુભેન્દુ અધિકારીના ગઢ પુરલિયા, બાંકુરા, ઝારગ્રામ, પશ્ચિમી મેદનીપુર, પૂર્વ મેદિનીપુરમાં મતદાન યોજાશે. તો આસામમાં પણ પ્રથમ તબક્કામાં 47 બેઠકો પર મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળ, આસામમાં મતદાનને લઈ કેન્દ્રીય સુરક્ષા દળો અને પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. આસામમાં પ્રથમ તબક્કામાં મુખ્યપ્રધાન સર્બાનંદા સોનોવાલના મતક્ષેત્ર માજુલીમાં પણ મતદાન યોજાઈ રહ્યું છે. તો વિધાનસભા અધ્યક્ષ હીરેન્દ્રનાથ ગોસ્વામી અને આસામના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરાની કિસ્મત દાવ પર લાગી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં સાંજે છ વાગ્યા સુધી ચાલનારા મતદાનમાં 1 કરોડ 47 લાખ મતદારો મતદાન કરશે.

આસાના માં પ્રથમ તબક્કાની 47 બેઠકો પર ચૂંટણી
Assam વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 47 બેઠકો માટે કુલ 267 ઉમેદવારો મેદાનમાં છે. શનિવારે પ્રથમ તબક્કામાં મતદાન યોજાનારી 47 બેઠકોમાંથી 42 બેઠકો આસામના ઉપરના 11 જિલ્લાની છે જ્યારે 5 બેઠકો મધ્ય અસમ વિસ્તારની છે. આ બેઠકો પર, હિન્દુ આસામી  મતદારોની સાથે, ચાના વાવેતરમાં કામ કરતા અનુસૂચિત જનજાતિના મતદારોની પણ નિર્ણાયક ભૂમિકા છે. આસામી  મતદરો સીએએના અમલીકરણની વિરુદ્ધ છે જ્યારે ચાના બગીચામાં કામ કરતા આદિવાસી સમુદાયો માટે દૈનિક વેતન એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાના 5 જિલ્લાઓની 30 બેઠકો પર ચૂંટણી

આ બેઠકો પર ટીએમસીએ વર્ષ 2016માં કલીન સ્વીપ મેળવી હતી  

West Bengal  માં પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન થવાનું છે. જયારે 2016 ની ચૂંટણીમાં ટીએમસીએ અહીં લગભગ ક્લીન સ્વીપ કર્યું હતું. 30 બેઠકોમાંથી ટીએમસીએ 27 બેઠકો જીતી હતી જ્યારે ભાજપ ખાતું ખોલાવી શક્યું ન હતું. તે જ સમયે કોંગ્રેસે બે બેઠકો પર કબજો કર્યો હતો જ્યારે એક બેઠક પર રેવોલ્યુશનરી સોશયલિસ્ટ પાર્ટીએ જીત મેળવી હતી.જ્યારે આ વખતના રાજકીય સમીકરણ થોડા અલગ છે. જ્યારે આ વખતે એક પણ બેઠક જીતી ન શકનાર ભાજપને આ વખતે મોટી આશા છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">