Mamata Banerjeeની મુશ્કેલી વધી, કોંગ્રસે અને ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની માંગ કરી
પશ્ચિમ બંગાળમા (West Bengal) આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને (elelction) લઇને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે. જેમાં પશ્ચિમ બંગાળના વિપક્ષી દળ સીપીઆઇ- એમ (CPI -M) અને કોંગ્રેસે (CONGRESS) ગુરુવારે Mamata Banerjee સરકારની ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. તેમજ વિધાનસભાનું સત્ર વહેલું બોલાવવા પણ માંગ કરી છે. પશ્ચિમ બંગાળમા ટીએમસીના (TMC) ધારાસભ્ય પાર્ટી […]
પશ્ચિમ બંગાળમા (West Bengal) આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને (elelction) લઇને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે. જેમાં પશ્ચિમ બંગાળના વિપક્ષી દળ સીપીઆઇ- એમ (CPI -M) અને કોંગ્રેસે (CONGRESS) ગુરુવારે Mamata Banerjee સરકારની ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. તેમજ વિધાનસભાનું સત્ર વહેલું બોલાવવા પણ માંગ કરી છે.
પશ્ચિમ બંગાળમા ટીએમસીના (TMC) ધારાસભ્ય પાર્ટી છોડવાના ચાલી રહેલા ઘટનાક્રમ વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. જેમા છેલ્લા ટીએમસીના મંત્રી સુવેનદુ અધિકારીએ પક્ષ છોડ્યો છે.
જેમાં ટીએમસીના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જોડાયા છે અને કેટલાકે રાજીનાંમાં આપ્યા છે. તેવા સમયે ટીએમસી નેતા વિધાનસભા સત્ર બોલાવવાથી ગભરાઇ રહ્યા છે. તેવા સમયે સીપીઆઇ – એમ ના નેતા સુજન ચક્રવતી અને કોંગ્રેસના નેતા અબ્દુલ માનને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ટીએમસીને ફ્લોર ટેસ્ટ કરાવવા માંગ કરી હતી.
પશ્ચિમ બંગાળમા વિધાનસભા ચુંટણી એપ્રિલ કે મે માસમાં યોજાવવાની છે. તેમજ સીપીઆઇ – એમ અને કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડવાના છે. આ બે નેતાઓએ એમ પણ જણાવ્યું કે આ ઉપરાંત બીજા અનેક મહત્વના મુદ્દા છે તે ગૃહમા ચર્ચાવા જોઇએ. દેશમા અને રાજ્યમા અનેક મુદ્દાઑ છે જેની ચર્ચા થવી જોઇએ.